દેશને જોડી રાખવાનો રાષ્ટ્રપ્રેમ કે તોડી પાડવાની મનોબીમારી ? 'ઇસ સંગમ મેં સબ નંગે હૈ' તે હદે શશી થરૂર કહી જાય છતાં દેશના નાગરિકોના પેટનું પાણી હલ્યું નહીં... "This "Hindi, Hindu, Hindutva" ideology is dividing our country. We need unity, not uniformity." ''આ 'હિન્દી, હિન્દુ, હિન્દુત્વ' વિચારધારા દેશના ભાગલા પાડે છે. આપણે એકતાની જરૂર છે સમાનધારાની નહીં.'' કોંગ્રેસના 'ફાઈવ સ્ટાર' સાંસદ શશી થરૂરની ઉપરોક્ત ટ્વિટે ભારે વિવાદ જગાવ્યો છે. તેમના ફાંકડા બ્રિટિશ ઉચ્ચારો અને વકૃત્વશૈલીથી શશી થરૂર સોશ્યેલાઈટ્સ, કહેવાતા સુધારાવાદી, ઉદાર બુધ્ધિજીવીઓ અને દંભી માનવતાવાદીઓમાં 'બ્લ્યુ બોય' જેવા ચાહિતા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હાલ ચાલી રહેલા કુંભ મેળામાં સ્નાન કર્યું તે તસવીર અને સમાચાર પ્રગટ થતા જ શશી થરૂરે હિન્દીમાં ટ્વિટ કરી કે ''ગંગા ભી સ્વચ્છ રખની હૈ ઔર પાપ ભી યહીં ધોને હૈ. ઈસ સંગમમેં સબ નંગે હૈ! જય ગંગા મૈયા કી.'' શશી થરૂરની આવી ઉપરાછાપરી ટ્વિટ થતા દેશના જે નાગરિકો તેમના ધર્મગુરુઓ માટે ઘસાતુ બોલાય તો હિંસાની હોળી પ્રગટાવતા હોય છે ત્યારે હિન્દુ નાગરિકો અને બાવાના અખાડાઓ કેમ શાંત છે? ''ઈસ સંગમમેં તો સબ નંગે હૈ'' તેવું વૈશ્વિક મીડિયાના પ્લેટફોર્મ પર એક નેતા પોઈન્ટ બ્લેન્ક કહે તે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પરનો જ ઘા નહીં રાષ્ટ્રના ચિરહરણ સમાન ઘટના કહેવાય. આપણી સંસ્કૃતિ માટે કુંભ અને ગંગાનું મહાત્મ્ય શું છે તે જરા વિચારો. આ હદે દેશની સંસ્કૃતિ, બહુમતિ ધાર્મિક નાગરિકોની લાગણી સામે બહુમતિ નાગરિક ધર્મી જ નિવેદનો કેમ કરે છે તે મનોચિકિત્સકોનો કેસ બનતો જાય છે. શશી થરૂર અને તેના જેવા દંભી બિનસાંપ્રદાયિકોની પીપૂડી વગાડનારાઓને ગળા સુધી ખાતરી છે કે ભારતમાં જ ભારતીયતાનું વસ્ત્રાહરણ કરીશું તો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે ઉલટાની લોકસભાની ચૂંટણીની ટિકિટ પાકી થશે. શશી થરૂર કે તેમના જેવી જે પણ દંભી ટોળકી છે તેઓની તાકાત હોય તો અન્ય ધર્મો કે તેમના યાત્રાસ્થળ કે ભગવાન વિશે આવી ટ્વિટ કરી જૂએ. તેમનું પોતાનું ચિર હરણ અને હરણ સુધ્ધા થઈ જાય. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ચોક્કસ આવકાર્ય છે. સદીઓ પહેલા રાજા રામમોહનરાયે હિન્દુ ધર્મની રૂઢિઓ સામે વાંધા ઉઠાવી વિરોધ કર્યો હતો અને આજે પણ તેને સામાજિક પ્રદાન તરીકે યાદ રાખી બાળકોના અભ્યાસક્રમમાં તેમને સ્થાન અપાયું છે. હિન્દુ ધર્મ જેવો ઉદાર ધર્મ કદાચ વિશ્વમાં કોઈ નથી. નરસિંહ મહેતાએ અછૂતોની વસ્તીમાં ભજનો ગાયા. તે વખતે તેમને નાતબહાર મૂકાયા હતા અને તે જ સમાજે ભૂલ સુધારી અને હવે તે પૂજાય છે. વીર સાવરકર, સુભાષ બોઝ, ભગતસિંહ અને અબાવ ઓલ ગાંધીજી આ તમામની વિચારધારા તદ્દન વિરોધાભાસી હતી પણ ભારતનો ઈતિહાસ અને વર્તમાન તેઓની નિષ્ઠાને નતમસ્તક વંદન કરે છે. ભારત દેશની આ વિશિષ્ટતા છે. ભારતમાં બહુમતિ હિન્દુઓ વસે છે તેથી તેઓને તે જશ જાય તેમાં ખોટું પણ નથી. આજે ભારત જે પણ અને જેવું પણ છે તે માટે દેશના તમામ નાગરિક યશ લઈ શકે પણ બહુમતિ નાગરિકો ૮૦ ટકાથી વધુ હોઈ તેમના પ્રદાનને બિરદાવવું તો રહ્યું. ભારતમાં આઝાદીના નામે સ્વચ્છંદતા હોય અને બાપાનું ખેતર હોય તેમ જેને જે વાણી, વર્તન કરવું હોય તેની છૂટ છે. રાષ્ટ્ર કે ધર્મના ઉંડા પાયાની સંગીનતાથી પીડાતા દંભીઓ આપણા અમીચંદો જ છે તેનું આશ્ચર્ય છે. પાકિસ્તાન કે ચર્ચ પ્રધાન દેશના નેતા કે ત્યાંના ચળવળીયા બુધ્ધિજીવીઓ ભારત કે બહુમતિ ધર્મ માટે એલફેલ બોલે તો સમજ્યા પણ ભારત 'અહો વૈચિત્ર્યમ' દેશ છે. જ્યાં આ કામ આપણા જ નાગરિકો કરી રહ્યા છે. શશી થરૂર પર તેની ટ્વિટ બદલ માફી માંગવાનું દબાણ આવ્યું ત્યારે વધુ નિર્લજ્જતાથી તેણે ન્યૂઝ ચેનલ પર જણાવ્યું કે ''હિન્દી, હિન્દુ, હિન્દુત્વનું પ્રેરક ભાજપ જો સત્તા પર આવશે તો ભારત દેશ 'હિન્દુ પાકિસ્તાન' બની જશે. ઔવેશીથી માંડી કોઈ લઘુમતિ નેતાએ આવો ડર વ્યક્ત કરતું નિવેદન નથી કર્યું પણ આપણે ત્યાં શશી થરૂર જેવા મનોપિડિતોની ફોજ છે. શશી થરૂર કહે છે કે ભાજપ અને આરએસએસ પાસે એવો એજન્ડા છે અને તેને પાર પાડવાનું સુગઠીત તંત્ર છે. કોંગ્રેસના મણીશંકર ઐયરે વિવાદિત કોમેન્ટ અને પાકિસ્તાન સાથેનો ઘરોબો વ્યક્ત કરીને ભાજપને ફાયદો કરાવી આપ્યો હતો હવે શશી થરૂર ભાજપને નિશાન બનાવવા જે ટ્વિટરો કરે છે તે તો ભારતમાં વસતા બહુમતિ જનસમુદાયને ભાજપની વોટ બેંક છલકાવી દેવા પ્રેરિત કરશે. ભાજપને પ્રત્યેક મહત્ત્વની ચૂંટણી વખતે આવા 'બ્લન્ડરબાજ' મળી જ રહે છે. સવાલ રાજકીય પક્ષોની સોગઠાબાજીનો નથી ક્યો પક્ષ જનસમુદાયનો ઉદ્ધારક બની શકે તે વિશ્લેષણ બાજુએ મૂકીએ પણ ભારતમાં જે દંભી બિનસાંપ્રદાયિકોનો ફાલ પેદા થઈ રહ્યો છે તે ફેશન બનતી જાય છે તે ચિંતાજનક ઘટનાક્રમ છે. રીફાઇન્ડ અને ક્રીમ નાગરિકોનું લેબલ લગાવવું હોય તો શોષિતો અને પીડિતો (જેમાંના ઘણાં ખરાને તો તેઓ જ્યાં છે ત્યાંથી બેઠા જ નથી થવું.) ની વહારે આવતા એક્ટિવિસ્ટ બનવું. તેવું સર્જન કરતા રહેવું. તેવા ગુ્રપ બનાવવા અને તેવા બ્લોગ લખવા. દેશની બહુમતી નાગરિકોની રસ- રૂચિ, શ્રદ્ધા અને જીવનશૈલીને પછાત ગણીને પોતે કંઈક જુદું જ વિચારે છે તેવું વ્યક્ત કરતાં જનમાનસનો મધપૂડો જામતો જાય છે. કાં તો આ વર્ગ ગુમરાહ છે કાં તો ગુમરાહ બનાવાય છે અથવા તો ખાધે પીધે સુખી પરિવારના છે જેઓને ફૂલટાઇમ આવું બધું કરવાનું પરવડે છે. રાજકારણમાં પ્રવેશવાનો આ રાજમાર્ગ પણ બની ચૂક્યો છે. કમનસીબે વિદ્યાર્થી પાંખો, રાજકારણ અને મીડિયામાં પણ આ વર્ગનો પ્રભાવ વધતો જાય છે. તેઓ પાસે વાકછટા અને તર્કની તાકાત છે. સોશ્યલ મિડિયાના હેન્ડલરોના હથકંડા હડકંપ મચાવવા માટે તો છે. આ તત્ત્વોને ભારત કે ભારતના સૈનિકો પર ગર્વ નથી. ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ, અધ્યાત્મ, સરેરાશ ભારતીય નાગરિકના સંસ્કારો સ્પર્શતા નથી. છેલ્લા ચાર વર્ષમાં તો એવું બન્યું છે કે તેઓ ભારતની દેશ તરીકેની, ધર્મ, સંસ્કૃતિ, અધ્યાત્મનો જશ કોઈ પક્ષ કે નેતા ખાટી જશે તો તેવા ભયથી પીડાય છે. પરિણામે દેશને- સંસ્કૃતિને કોશે છે. 'ઉરી- સર્જિકલ સ્ટ્રાઇક' ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ નીવડી તેની પાકિસ્તાનને સ્હેજ માત્ર પરવા નહીં હોય પણ ભારતમાં આવા તત્ત્વોના પેટમાં તેલ રેડાય છે. હોલિવુડની યુદ્ધ ફિલ્મો અને તેનો સ્ટંટ, તેઓની કલ્પના શક્તિની આફ્રીનતા પોકારી રીવ્યુ લખવામાં આવે, આપણું યુવા જગત ફિલ્મની બારીકાઈની ચર્ચા કરવા કોફી ક્લબમાં કાર્યક્રમો ગોઠવે પણ 'ઉરી' કે 'મણિકર્ણિકા'ને તો કમર્શિયલ મસાલા અને પ્રોપેગન્ડા ફિલ્મ તરીકેનું લેબલ લગાવી દેવામાં આવે. મણિકર્ણિકા ફિલ્મમાં શક્ય છે કે એક કાલ્પનિક દ્રશ્ય છે જેમાં ગાયનું માંસ ખાવા માટે બ્રિટીશરો એક પાળેલું વાછરડું તેના માલિકો પાસેથી લઈ જાય છે. 'મણિકર્ણિકા'ને આ વાતની ખબર પડે છે અને તે બ્રિટીશરોના કેમ્પમાં જઈને વાછરડાને તો છોડાવે જ છે પણ બ્રિટિશરોને ફરમાન કરે છે કે, 'મારા રાજ્યમાં આજથી ગૌમાંસ બંધ.' માની લો કે આ દ્રશ્ય ફિલ્મમાં કાલ્પનિક રીતે મણિકર્ણિકા જોડે ગોઠવવામાં આવ્યું હોય તો પણ તેમાં હિન્દુ ધર્મી દંભી બુદ્ધિજીવીઓનો જાણે ગરાસ લૂંટાઈ ગયો હોય તેમ રીવ્યૂ અને બ્લોગમાં હાંસી ઉડાવાઈ. માની લો કે કોઈ પક્ષને ખુશ કરવા નિર્માતાએ આ દ્રશ્ય મૂક્યું હોય તો પણ તે અનુકંપા અને જીવદયાના પ્રતિનિધિ સમાન ભારત દેશના નાગરિકોએ તો બિરદાવવું જ જોઈએ ને હા, ગૌમાંસના નામે થતી હત્યા, મોબ લિંચીગને તમે વખોડો પણ ફિલ્મનું નિર્દોષ દ્રશ્ય તો પચાવી જ શકો ને ? બાળકો જુએ તો સારા સંસ્કાર તો પડે જ છે ને. બ્રિટીશરો સામે 'મણિકર્ણિકા' શૂરવીરતા બતાવે છે તેમાં પણ આવા દંભી તત્ત્વોને વાંધો પડે છે. આપણે કોંગ્રેસ શાસનના અરસાની ફિલ્મો જોઈશું તો પોલીસ સ્ટેશનમાં નેહરૂ કે ઇન્દિરા ગાંધીના ફોટા ભીંત પર પણ લગાવેલા જોઈ શકાતા. નયા દૌરથી માંડી સિકંદરે આઝમ, જાગૃતિ, બુટપોલિશ જેવી ફિલ્મોમાં દેશના ઉજ્જવળ ભાવિ કે ખમીરની વાતો રજૂ થતી જ હતી. હકીકત, હિન્દુસ્તાન કી કસમ જેવી યુદ્ધ ફિલ્મો અને બાયોપિક બની ત્યારે કોઈ અમુક નેતા કે પક્ષનો પ્રચાર થાય છે તેમ કોઈ અવાજ નહોતંિ ઉઠાવતું. આ બુદ્ધિજીવીઓને અસામાજિક તત્ત્વોને ખોટી રીતે મહાન ચીતરવામાં આવે છે તેનો વાંધો નથી. 'મેકિંગ ઓફ મણિકર્ણિકા' અને 'સંજુ' ફિલ્મ પર ચર્ચા કોફી અને પાસ્તા આરોગતા કરવામાં આવે તેવા ક્લબો અને ગુ્રપ વધતા જાય છે. મણિકર્ણિકા ફિલ્મમાં હવે જોઈ શકાય છે કે અંગ્રેજો જોડે બેસીને દગો કરનાર પણ મહત્ત્વકાંક્ષી ભારતીય સૂબો છે અને બ્રિટીશરોના સૈનકોમાં પણ મોટા ભાગના ભારતીયો છે જે મણિકર્ણિકાની સામે લડતા હોય છે. આજે પણ આવો જ માહોલ છે. આપણી વિવિધતામાં એકતાની ધરોહર હલાવનારાઓમાં દેશના બહુમતી નાગરિકો તેમજ ફિલ્મી સેલિબ્રિટીઓ જ છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsV1a__uU3NwsPJGLwE_eaoKKppqcyFTMfK6SBdwr%2BLUg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment