Wednesday, 20 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કાલિકાપ્રસાદે કરી કમાલ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાલિકાપ્રસાદે કરી કમાલ!
ફોકસ-અનંત મામતોરા

amdavadis4ever@yahoogroups.com

જૂન ૨૦૧૩માં ઉત્તરાખંડમાં જે ભારે વિનાશક પૂર આવ્યું હતું એની ઝાપટમાં આવેલાઓમાંથી ઘણાને છ વર્ષે પણ કળ નથી વળી. આ ભયંકર દુર્ઘટનાઓમાં પ૫૦૦થી અધિક તો મોત થયાં હતાં એવું તો સરકારી આંકડાઓ કહી રહ્યા છે.

આ કમનસીબ મોતનો ભોગ, ત્યાંનો મજૂરવર્ગ બન્યો હતો અને તેમના સંતાનો રાતોરાત અનાથ બની ગયા હતાં. આ ગોઝારી ઘટનામાં એ લોકોએ ઘરબાર સહિત માબાપને ગુમાવ્યા હતાં. એમ કહોને કે આ બાળકોએ રાતોરાત પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું.

આ મજૂરો એટલે કેદારનાથના દર્શને જતાં યાત્રાળુઓ માટે પાલખી ઊંચકનારો વર્ગ કે પછી આ યાત્રાપથ પર ખાવા-પીવાનું વેચીને પેટિયું રળતો ગરીબ વર્ગ. આ લોકોના કરુણ મોતથી તેમના નાના બાળકો રાતોરાત અનાથ થઇ ગયા હતાં. આવા બાળકોને માત્ર પેટ ભર ખાવા કે રહેવાની સગવડ મળી જાય એ પર્યાપ્ત ન હતું. એમને પૂરતું શિક્ષણ આપીને ઉછેર કરવામાં આવે એ પણ જરૂરી હતું.

અલબત્ત આ જિલ્લામાં આવેલી લગભગ ૧૩ શાળાઓમાં સીધો સરકારી આદેશ અપાયો હતો કે આ પૂર હોનારતમાં જેમના માબાપ મૃત્યુ પામ્યા છે એવા બાળકો માટે ૩૦ ટકા જગ્યા અનામત રાખવામાં આવે. જોકે, આ આદેશનો જડબેસલાક અમલ છ વર્ષ વીત્યા પછી પણ થયો ન હતો એ પણ એક હકીકત હતી. આ ક્ષેત્રે મંથર ગતિએ કામ ચાલતું હોવાથી હાલત તો નાના નિર્દોષ અનાથ બાળકોની ખરાબ થતી હતી. આ ગરીબ બાળકોની હાલત ત્યાંના પ્રખ્યાત એડ્વોકેટ કાલિકાપ્રસાદ કાલાથી જોવાઇ નહીં એટલે તેમણે તેમની પત્ની અને બીજા બે ફેમિલી મેમ્બરોની સહાયતાથી ૨૦૧૪માં પાર્વતીદેવી ગંગારામ ભાર ટ્રસ્ટ શરૂ કર્યું. આ ટ્રસ્ટ દ્વારા તેમણે અનાથ બાળકીઓને ભણાવવા માટે ફંડ ભેગું કરવા માંડ્યું. જેટલી છોકરીઓને મદદ કરી શકાય એટલી કરવા માંડી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે માત્ર છોકરીઓને જ મદદ કરવાનું વિચાર્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ વિસ્તારમાં કમનસીબે હજુ પણ મોટાભાગના લોકો છોકરીઓને બોજ માને છે. તેમના મા બાપ તો નથી, પણ જે કોઇ પણ તેમના વાલીઓ છે એ એમ જ વિચારે છે કે છોકરીઓને ભણાવવા કરતાં તેમને જલદી જલદી પરણાવી દેવી. આવા સંજોગોમાં છોકરીઓને પણ છોકરાઓની જેમ ભણવાનો પૂરો હક છે તે અપાવવા ટ્રસ્ટ બનાવ્યું.

કાલિકાપ્રસાદે બીજું એક સારું કાર્ય એ કર્યું કે ૨૦૧૫માં તેમણે ઉત્તરાખંડની નૈનિતાલ ખાતેની હાઇ કોર્ટમાં એક પી.આઇ. એલ. (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) દાખલ કર્યું અને ત્યાંની ૨૪૨ અનાથ બાળકોને મફત શિક્ષણ મળી રહે તે માટે અપીલ કરી. બે વર્ષ જેટલો સમય વીત્યા પછી કોર્ટનો ફેંસલો તેમની તરફેણમાં આવ્યો. અદાલતે સરકારને આદેશ આપ્યો કે ૧૩૨ અનાથ બાળકોનો તાત્કાલિક ધોરણે શિક્ષણથી લઇ તેમના રહેવાનો, પુસ્તકો, નોટબુકો તેમ જ અન્ય તમામ સ્ટેશનરીનો ખર્ચ સરકાર ભોગવે.

જોકે, હજું પણ કેટલાક બાળકો આ સુવિધાથી વંચિત રહી ગયા છે તેમના માટે કાલિકાપ્રસાદની લડત ચાલું જ છે. તેમના ટ્રસ્ટમાં જે ફંડ આવી રહ્યું છે તેમાંથી એ બને એટલી મદદ કરી જ રહ્યા છે. આ ઉપરાંત કોર્ટના આદેશથી જે ૧૩૨ લોકોને મફત સરકારી શિક્ષણ આપવાનું નક્કી થયું છે પણ હજુ પણ તેમના વિવિધ સ્કૂલોમાં એડ્મિશનની પ્રક્રિયા બહુ ધીમી ચાલી રહી છે તે ઝડપી બને તેવા પ્રયાસો પણ કાલિકાપ્રસાદ કરી રહ્યા છે. કાલિકાપ્રસાદ આ કાર્યથી જાણે બેટી બચાઓ, બેટી પઢાઓ, આ સૂત્રનો ખરા દિલથી અમલ કરી રહ્યાં છે. એટલું જ નહીં તેમના આ ભગીરથ કાર્યમાં તેમના ઘરવાળાઓનો પણ તન-મન-ધનથી જે સહકાર મળી રહ્યો છે એ જોતાં આ સર્વે ખરેખર અભિનંદનને પાત્ર છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvsmQFyse7RSxOFcawY-v2%2BzuxpuEVYgTDYSbv6wJTNEQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment