પગરખાં ફ્લૅટ પહેરવાં કે એડીવાળાં, કેવા મટીરિયલનાં પગરખાં હોવાં જોઈએ, ગાદીવાળાં લેવાં કે ગાદી વગરનાં વગેરે વિશે આજે નિષ્ણાત પાસેથી જાણીએ લઈએ; જેથી પગરખાંને લીધે કોઈ ઇન્જરીના શિકાર ન બનીએ ૧. પાર્ટીમાં તમે ક્યાંક હાઈ હીલ્સ પહેરીને ગયા હો અને આદત ન હોય તો ક્યાંક પગ મચકોડાઈ ગયો હોય એવું થયું છે?
૨. ક્યારેક એકદમ સપાટ ચંપલ પહેરીને લાંબું ચાલવાનું થયું હોય તો પગની એડી ખૂબ જ દુખવા લાગી હોય એવું થયું છે? ૩. દોડવાની શરૂઆત પહેલાં જ્યારે તમને ટ્રેઇનર કહે કે ફુટવેર વ્યવસ્થિત જ હોવાં જોઈએ ત્યારે તમે ક્યારેય મૂંઝાઈ ગયા છો કે કેવાં શૂઝ ખરીદવાં જોઈએ? ૪. ફૅશનના માર્યા સતત હીલ્સ પહેરીને જ ફરતા લોકોને લાંબા ગાળે કરોડરજ્જુની તકલીફ થઈ જાય છે એવું તમે સાંભYયું છે? આ દરેક વાત પગરખાં પર આવીને અટકી છે. એક સમય હતો જ્યારે આદિમાનવ પગરખાં વગર જંગલમાં દોડતો અને શિકાર કરતો. આજના માણસોને જો દોડવું હોય તો શૂઝ પહેરવાં જ જરૂરી નથી, પરંતુ ટ્રેઇનર્સ કહે છે કે સારી ક્વૉલિટીનાં જ શૂઝ હોવાં જોઈએ. એક સમય એવો હતો કે ઘરને મંદિર સમજવામાં આવતું અને ઘરની બહાર જ પગરખાં ઉતારીને અવાતું, પરંતુ આજકાલ તો બેડ પરથી નીચે ઊતરો એટલે તરત જ ઘરનાં સૉફ્ટ - રૂની ગાદી જેવાં ચંપલ પહેરી લેવામાં આવતાં હોય છે. બાથરૂમ માટે બાથરૂમ-સ્લીપર્સ, ઘર માટે આરામદાયક કુશનવાળાં સ્લીપર્સ, દરરોજની દોડભાગ માટે કૅઝ્યુઅલ ફ્લૅટ મોજડી, જિમમાં સ્પોટ્ર્સ શૂઝ, ટ્રેડિશનલ પહેરો તો ચંપલ અને વેસ્ટર્ન પહેરો તો બૂટ્સ, પાર્ટી માટે ઊંચી એડીનાં સૅન્ડલ. દરેક જગ્યા માટે એની જરૂર પ્રમાણેનાં પગરખાં આવે છે. છતાં પણ લોકોની તકલીફો પહેલાં કરતાં વધી છે. ખરબચડી જમીનથી બચવા, ખૂબ જ ગરમ કે ઠંડી સપાટીથી બચાવવાનું કામ પગરખાં કરે છે અને એ જ મુખ્ય કારણ છે પગરખાં પહેરવાનું; પરંતુ એના સિવાયનાં કારણોને ધ્યાનમાં રાખી યોગ્ય પગરખાંની પસંદગી અત્યંત જરૂરી છે નહીંતર એ હકીકત છે કે તમારા સ્નાયુઓ, સાંધાઓ અને હાડકાં પર તકલીફ પડી શકે છે. આજે જાણીએ નિષ્ણાત પાસેથી કે આપણે કયા પ્રકારનાં પગરખાં પહેરવાં જોઈએ.
ચાલવું પગરખાં વિશે કંઈ વાત કરીએ એ પહેલાં એનું મહત્વ જાણી લેવા જેવું છે. શા માટે એ પહેરવાં જરૂરી છે એ બાબતે વાત કરતાં ફિઝિયોરીહૅબ, બાંદરા અને મલાડનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અંજના લોન્ગાની કહે છે, 'જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે શું થાય છે એ સમજવા જેવું છે. પગ અને જમીન વચ્ચેના આ ઘર્ષણમાં સૌથી મહત્વની વાત છે કે શૉક લાગે છે અથવા કહીએ કે જર્ક લાગે છે. આ શૉકને પગના સ્નાયુઓ ઍબ્સૉર્બ કરતા હોય છે અને એ છેક કરોડરજ્જુ સુધી પહોંચે છે. જો હાડકાંની વચ્ચે ગાદીઓ ન હોય તો આ શૉક ઍબ્સૉર્બ કરવો મુશ્કેલ બને છે. હવે જો આપણાં પગરખાં યોગ્ય હોય તો આ શૉક થોડો ઓછો લાગે અથવા તો કહીએ કે એ શૉકને ઍબ્સૉર્બ સરળતાથી કરી શકાય. એ સૌથી મોટો ફાયદો છે જેને માટે આપણે પગરખાંપહેરીએ છીએ.' ફ્લૅટ કે હીલ્સ? હીલ્સને હંમેશાં માટે નિષ્ણાતોએ વખોડી જ છે. હીલ્સ પહેરવાથી શું તકલીફ થઈ શકે એ બાબતે સ્પષ્ટતા કરતાં ફોર્ટિસ હીરાનંદાની હૉસ્પિટલ, વાશીના કન્સલ્ટન્ટ ઑર્થોપેડિક સજ્ર્યન ડૉ. સિદ્ધાર્થ યાદવ કહે છે, 'એ હકીકત છે કે દોઢ ઇંચથી વધુ લાંબી હીલ હોય તો તકલીફ થવાની છે, કારણ કે લાંબી હીલ્સને કારણે શરીરનો બધો ભાર અંગૂઠા અને આંગળી પર આવે છે. એને લીધે પગનો દુખાવો, ઘૂંટણથી નીચેના પગની પાછળના ભાગ તરફ રહેતો દુખાવો, ઘૂંટણનો દુખાવો અને ક્યારેક કમરનો દુખાવો પણ થઈ શકે છે. આ ઉપરાંત હીલ્સને કારણે લોકો ઘણી વખત બૅલૅન્સ ગુમાવીને પડી જાય છે અને ઇન્જરી થઈ બેસે છે. એટલે વધુ હીલ્સ સારી નથી. એ જ રીતે જે લોકો એકદમ ફ્લૅટ ચંપલ પહેરે છે એ પણ બરાબર નથી. ફ્લૅટ ચંપલ પગને સર્પોટ ઓછો આપે છે, જેને લીધે અંગુઠાનો દુખાવો અને પાનીનો દુખાવો થઈ શકે છે. આદર્શ એ છે કે થોડીક એકાદ ઇંચની હીલ્સ હોય તો એ હીલ્સ સાથે જોડાયેલા પગના હાડકાને રિલૅક્સ કરે છે, જેને લીધે ઓછું સ્ટ્રેસ આવે છે અને પેઇન આવવાની શક્યતા ઘટે છે.'
ધ્યાનમાં રાખો ડૉ. સિદ્ધાર્થ યાદવ પાસેથી જાણીએ ફુટવેર લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
૧. પગરખાં હંમેશાં શૉક ઍબ્સૉર્બિંગ મટીરિયલ જેમ કે રબરનાં બનેલાં હોવાં જોઈએ. ખાસ કરીને દોડવું, ભાગવું હોય ત્યારે તો એ બાબતે ધ્યાન દેવું જ.
૨. પગરખાં એકદમ ફ્લેક્સિબલ હોવાં જોઈએ. એટલે કે જેમાં તમારો પગ રૂંધાઈ ન જાય. ઘણા લોકોને એકદમ ટાઇટ જૂતાં પહેરવાં ગમે છે, પરંતુ એનાથી આંગળીઓ અને અંગૂઠા પર પ્રેશર આવે છે. ૩. પગરખાં એકદમ સ્ટિફ અને હાર્ડ મટીરિયલનાં ન બનેલાં હોવાં જોઈએ, થોડા ફ્લેક્સિબલ મટીરિયલનાં જ હોવાં જોઈએ; કારણ કે હાર્ડ મટીરિયલ પગના દુખાવાને આમંત્રણ આપે છે. ૪. એકદમ ફ્લૅટ જૂતાં પણ ન લેવાં અને વધુ હીલવાળાં જૂતાં પણ ન લેવાં. જૂતાંમાં દોઢ ઇંચ કે એનાથી થોડીક ઓછી હાઇટની હીલ્સ હોય તો સારું. ૫. પગરખાં સાવ પૅક થઈ જાય અને પગને હવા જ ન મળે એટલીબધી વાર પહેરી ન રાખવાં. થોડી-થોડી વાર પગને ખુલ્લા મૂકવા પણ જરૂરી છે. ઘણા લોકો શૂઝ પહેરે છે તો લગભગ ૧૬-૧૮ કલાક સુધી સતત પહેરી રાખે છે. એવું ન કરો. ૬. મોંઘાં જૂતાં એટલે સારાં જૂતાં એવું ન માનો. જે તમારા પગને સરસ સર્પોટ કરતાં હોય, સરસ પોચાં હોય અને જેની ગાદી તમને સૉફ્ટ ફીલિંગ આપતી હોય, પગમાં સરસ ફિટ આવતાં હોય અને ફ્લેક્સિબલ હોય એવાં પગરખાં બેસ્ટ ગણાશે. ૭. એકદમ વજનવાળાં જૂતાં પણ સારાં નહીં. લાઇટવેઇટ હોય અને જેમાંથી હવાની અવરજવર થઈ શકે એવાં જ શૂઝ પસંદ કરો. ૮. વળી એની ડિઝાઇન એવી હોવી જોઈએ જે પગમાં જે ખાડો છે એ ખાડાને સર્પોટ કરતા હોય. જેમના પગનો ખાડો વધારે છે તેમને નૉર્મલ લોકો કરતાં વધુ શૉક ઍબ્સૉર્બ કરી શકે એવાં શૂઝની જરૂર હોય છે. તો ફ્લૅટ ફીટની સમસ્યા હોય તેને શૂઝની અંદર ઇન્સોલ પહેરવાં પડે છે, જેને લીધે તેમને સર્પોટ સારો મળે અને હીલ્સ પર કન્ટ્રોલ પણ સારો રહે. ૯. શૂઝમાં ગાદી ખાસ કરીને હીલ એટલે કે પાની પાસે વધારે હોવી જોઈએ જેથી સારો સર્પોટ મળી રહે. ૧૦. ઍથ્લેટિક શૂઝ આમ તો લાંબાં ચાલે છે, પરંતુ એનું કુશનિંગ ૩-૬ મહિનાની અંદર આશરે ૩૫૦-૫૦૦ માઇલ્સ ચાલ્યા કે દોડ્યા પછી જતું રહે છે એટલે એને બદલાવી નાખો એ વધુ યોગ્ય છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsPWi-1%2BvFHwEg9BBAoVYjDRuidQfir9N8epxbP8BtCrA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment