Thursday, 14 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પ્રૌઢાવસ્થામાંયુવાન કેવી રીતે રહેવાય? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રૌઢાવસ્થામાંયુવાન કેવી રીતે રહેવાય?

પ્રાસંગિક-નિધિ ભટ્ટ

 

amdavadis4ever@yahoogroups.com

તાજેતરમાં ૪૫ વર્ષનો કેતન તેના મિત્રની હૉસ્પિટલમાં ખબર કાઢવા ગયો. અચાનક તેને બેચેની લાગવા લાગી. ડૉક્ટરે તપાસ્યું તો ખબરપડી કે બ્લડપ્રેશર વધી ગયું હતું. ડૉક્ટરે તુરંત જ દાખલ થઈને યોગ્ય સારવાર લેવાની સલાહ આપી. આજે મારે ઘણું કામ છે. કાલે આવીને બતાવીશ. યુવાનીમાં શું થવાનું છે? તેમ કહીને તેણે વાત ટાળી દીધી. અડધી રાત્રે તબિયત વધુ બગડવા લાગી. અંતે ફેમિલી ડૉક્ટરને ઘરે બોલવ્યા. ડૉક્ટરે પળની પણ વાર ર્ક્યા વગર હૉસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું. હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારે વાત વણસી ચૂકી હતી. બ્લડપ્રેશર વધી ગયું હતું. અચાનક શરીરના અડધા અંગમાં લકવાની અસર દેખાવા લાગી. આથી જ પ્રૌઢાવસ્થામાં યોગ્ય સમયે નિષ્ણાત ડૉક્ટરને વારંવાર બતાવવું જરૂરી છે. ચાલીસી વટાવ્યા બાદ સ્વાસ્થ્યની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. વાસ્તવમાં ૪૦થી ૫૦ની વયમાં જ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનવું જરૂરી છે.

યુવાન દેખાવું પ્રત્યેક વ્યક્તિને પસંદ હોય છે. એવું કહેવાય છે કે માનવીના સંપૂર્ણ જીવનનું જો તોલમાપ કાઢવામાં આવે તો વ્યક્તિનો ૩૦ વર્ષથી ૬૦ વર્ષની વયનો ગાળો ઉત્તમ ગણાય છે. તેનું મુખ્ય કારણ યુવાન સપનાંના ગુલામ જોવા મળે છે. તો બુઢાપામાં માનવી જીવનની નહી માણેલી પળોનો ગુલામ જોવા મળે છે. ફક્ત મધ્યમ-વયે માનવીની પાંચે ઈન્દ્રિયો તેજતર્રાર જોવા મળે છે. બુદ્ધિ, વિનોદી સ્વભાવ વ્યક્તિને કુટુંબ-મિત્રો-વ્યવસાયમાં માનીતો બનાવી દે છે.

જીવનમાં થોડા ફેરફાર કરીને પ્રોઢાવસ્થાને આપ પાછળ ધકેલી શકો છો. પુરુષોને ઘર-બહારના કામમાં સમતુલા જાળવવી પડતી હોય છે. સંતાનોના અભ્યાસ-નોકરીની જવાબદારી પણ નિભાવવી પડતી હોય છે. માતા-પિતાની સાથે પત્નીને પણ રાજી રાખવાની હોય છે. એક વ્યક્તિએ 'સબ બંદરકા વેપારી' બનીને વિવિધ જવાબદારી નિભાવવાની હોય છે. આવા સંજોગોમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સભાન રહેવું જરૂરી છે. યુવાનીમાં જો થોડો વ્યાયામ ર્ક્યો હોય તો પ્રોઢાવસ્થામાં તંદુરસ્ત સ્વાસ્થ્ય ટકાવી રાખવું મુશ્કેલ બનતું નથી. આજથી ૫૦ વર્ષ પહેલાંની વાત કરીએ તો ૭૦ વર્ષની વયમાં વ્યક્તિના સાંધા ઢીલા પડી જતા. શરીરની યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો શરીર ધીમે ધીમે રોગનું ઘર બનતું જાય છે. જીવનશૈલીમાં જો થોડો સુધારો કરવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

વિચારોમાં સકારાત્મક્તા આવી જાય છે. કામનો ગમે તેટલો બોજો હોય તો ગુસ્સાને બદલે કામને સરળતાથી પાર પાડવાની પકડ આવી જાય છે. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે સમયમાં આવેલા બદલાવને કારણે શરીરને ધીમે ધીમે ઘસારો લાગવાની શરૂઆત ૫૦ની વય પછી થતી હોય છે. આંખ આડા કાન કરવાને કારણે પુરુષો અનેક વખત સ્વાસ્થ્યની બાબતમાં ઊંઘતા ઝડપાઈ જતા હોય છે. મુંબઈ જેવા શહેરમાં નોકરી માટે કરવી પડતી લાંબા સમયની મુસાફરી, ઑફિસમાં આઠથી નવ કલાક સતત બેસી રહેવાનું, પૌષ્ટિક આહારનો અભાવ, કસમયે ફાસ્ટફૂડને ન્યાય આપવાને કારણે બીમારી ચોરપગલે શરીરને ઘેરી વળતી હોય છે. આનાથી બચવા શું કરવું જોઇએ તે જાણો.

તંદુરસ્ત સ્વાસ્થ્યને ટકાવી રાખવાની કેટલીક ટિપ્સ

ૄ શરીર માટે સમય ફાળવો

તંદુરસ્ત શરીર એ પ્રત્યેક વ્યક્તિની મૂડી ગણાય છે. સપ્તાહના પાંચ દિવસ પણ બે કલાક શરીર માટે ફાળવો. સવાર-રાત્રે ભોજન પછી ચાલવાનો નિયમ બનાવો. સવારના સમયે યોગા તથા હાથ-પગની બાળપણમાં વ્યાયામના પિરીયડમાં કરતાં હતા તે વ્યાયામ કરવાથી શરીરના બધા અંગોને કસરત મળી રહે છે. સવારના પથારીમાં આંખ ખૂલે તેની સાથે શરીરને થોડું સ્ટ્રેચ કરો. એકદમ ઊભા થઈને કોઈપણ કામમાં ન જોડાવ. પથારીમાં થોડો સમય બેસી રહ્યા બાદ બેથી ત્રણ ગ્લાસ પાણી પીવાની આદત કેળવો. આમ કરવાથી શરીરનો કચરો બહાર નીકળી જશે.

ૄ એક સાથે લાંબો સમય બેસી રહેવાનું ટાળો

સતત એક સાથે લાંબો સમય બેસી રહેવાને બદલે દર એક કલાકે ઊભા થઈને થોડું ટહેલી લો. બેસી રહેવાથી એક ગ્રામ કૅલરી ખર્ચ થાય છે. તો ફરવાથી બે ગ્રામ કૅલરી વપરાય છે.

ૄ પ્રાણીને પાળો

પ્રાણીને પાળવાથી કામનો ભાર ઓછો થઈ જાય છે. શ્ર્વાનને પાળવાથી બે લાભ થાય છે. એક તો તે માનવીનો સાચો મિત્ર બની જાય છે. જે માલિકને એટલો પ્રેમ કરે છે કે કામનો બોજો આપોઆપ ઓછો થઈ જાય છે.

શ્ર્વાનને બહાર લટાર મારવા લઈ જવાથી, તેની સાથે થોડો સમય દોડી લેવાથી પણ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્ર્નોથી બચી શકાય છે.

* હજુ પણ સ્મૉકિંગ કરો છો?

તેના માટે સાદી અને સરળ સલાહ છે કે તેને બંધ કરો. તેનાથી ઘણા ફાયદા થાય છે. તમેલાંબુ જીવી શકો છો. લાંબા સમય સુધી જેણે ધુમ્રપાન કર્યું હોય તેમાંના અડધા જણ તો તેમના સમય પહેલા જ મૃત્યુને આમંત્રે છે. તમારામાં વધારે એનર્જી હોવી જરૂરી છે. સામાન્ય રીતે બેથી ૧૨ સપ્તાહમાં આપણા બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થતો હોય છે, જેનાથી તમે વધુ યુવાન દેખાઓ છો અને તમારી સ્કિનનેવધુ પોષક તત્વો મળે છે. તેનાથી ફળદ્રુપતા પણ વધે છે. દાંત સફેદ રહે છે અને સૂંઘવાની અને ટેસ્ટ કરવાની ઇન્દ્રિયોની સેન્સ વધે છે. તમે સારી રીતે સેક્સ પણ માણી શકો છો. આનાથી વધુ કંઇ કહેવાની જરૂર ખરી?

ૄ ઊંઘ સારી માણો

સારી અને પૂરતી ઊંઘ લો તો તમારા જીવન અને સ્વાસ્થ્યની ગુણવત્તા પર સકારાત્મક અસર પડશે. તણાવને દૂર કરે છે અને શરીરમાં વધુ એનર્જી આવે છે. તેના માટે શું કરવું જોઇએ તે જાણો.

ૄ સારી ઊંઘ આવે તેવું વાતાવરણ બનાવો.

ઘરનું વાતાવરણ બહુ ગરમ પણ નહીં ને ઠંડુ પણ ન હોવું જોઇએ. બહારના અવાજને ટાળવા કાનમાં ઇયરફોન લગાવીને સંગીત સાંભળો, તેનાથી વાતાવરણ શાંત થઇ જશે. પથારીમાં જતાં પહેલા તમારી આસપાસ લાઇટ્સથોડી ઓછી કરી નાંખો. આ બધા ચિહનો તમારા મગજમાં ઊંઘવાના હોર્મોન્સને જગાડી દેશે. સૂવા જવાના એક કલાક પહેલા ટીવીની સ્ક્રીન બંધ કરી દો.

ૄ કેટલીક સારી ટેવો પાડો.

રાત્રે સૂવાનો અને સવારે ઉઠવાનો એક ચોક્કસ સમય નક્કી કરી રાખો. કામ, ડેડલાઇન્સ કે મુશ્કેલ નિર્ણયોને ભૂલી જાઓ. તેની સામે તમારા મગજને પુસ્તકમાં કે સંગીત સાંભળવામાં ખૂંપાવી દો અથવા હુંફાળું સ્નાન લઇ લો.

ૄ શું ન કરવું?

સૂતાં પહેલા ભારે કે મસાલેદાર ખોરાક ન ખાવો. તેનાથી પેટ ભારેથઇ જાય છે અને પાચનક્રિયામાં સમસ્યા થઇ શકે છે. આલ્કોહોલ કે સ્મૉક પણ ઊંઘને આવતી રોકી શકે છે. ટીવી જોવાથી પણ તમારું મન અપસેટ થઇ શકે છે, જેનાથી ઊંઘ સારી નથી આવતી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvE9V_CwFOpcfRcL%2B7yaR9PyLN3Q%2BsT8%2B7W6qdXuau3BQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment