Thursday, 21 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અંગ્રેજ અધિકારીને હાથતાળી આ૫ીને ફાંસીની સજા પામેલો યુવાન ભાગી છૂટયો!
દોલત ભટ્ટ

 

 

 


પાળીયાદ એટલે ઉન્નડ ભગતનું બેસણું રોટલાને ઓટલાની દાતારી જગ્યા, અભ્યાગતોનો આશરો, વટેમાર્ગુનો વિસામો, દિન, દુ:ખીયાનો સહારો આવા પાળીયાદ ગામ માથે રોંઢો ઢળીગ યો છે.


બપોરની નીંદર તાણી માણસો કામે વળગ્યા છે. એવે વખતે સોનીની ડોસી ખડકીને ઓટલે બેઠા બેઠા દાંતે બજર દઇ રહ્યા છે. રોંઢો કરવા (નાસ્તો) દીકરાની વાટ જોતા બેઠા છે. એજ વખતે ગામની એક બાઇએ શેરીમાંથી નીકળી ટહુકો કર્યો.


'માડી હું આજ તમારી દીકરીના ગામ ગઇતી બેને કહેરાવ્યું છે કે મારી માથે દુ:ખના ડુંગરા ખડકાયા છે. કંસાયવાડેથી ગાય છોડાવો.'


સંદેશા લાવનાર બાઇના વેણ સાંભળી ડોશીની આંખમાંથી ડળક ડળક આંસુ પડયાને દુકાનેથી નાના દીકરાનું આવવું થયું માંની કરચલીઆવા મોં માથે થંભી ગયેલા આંસુ જોઇને દીકરાએ વેણ કાઢ્યાં.


'માં શું છે ?' 'બેનની માથે દુ:ખ છે.' 'માં હવે તો બેનને સાસરેથી તેડીને જ રોટલાનું બટકું ભાંગીશ.' કહીને જુવાન જઇ વળી નીકળ્યો દુકાને જઇને મોટાભાઇને વાત કરી દુકાનની સાંકળ ચડાવી તાળુ ઠાંસી બેઇ ભાઇઓએ ઘોડે પલાણ નાખ્યા જાતવાન પાંચાંળી ઘોડા ડુંગરાળ ધરતી માથે ડાબા દેતા જાય છે. ખંભામાં જાટકા (તલવાર) ટીંગાતા જાય છે.


ઝડવઝડ દિ' રહ્યો હશે ત્યાં તો બેઇ ઘોડા પાદરમાં પુગ્યા. પુગતાજ એની આંખ્યું ફાટી રહી. પાદરમાં નનામી પડી છે. સોની ડાઘુઓ બેઠા છે. ડાઘુઓને લાગ્યું કે વહુના ભાઇઓ આભડવા આવ્યા હશે પણ કોઇ ઘોડેથી ઉતર્યું નહિ ચડયે ઘોડે આવતા ભાળી સૌ અચંબો પામી ગયા. ત્યાં તો બેનના સસરા ઉપર જાટકા પડયો ને બીજો જાટકો બેનના જેઠ ઉપર પડયો. બન્નેના ઢીમ ઢળી ગયા. ડાઘુઓ ભાગ્યા. બેનના દેહને આગ મુકીને બંને ભાઇઓ વળી નીકળ્યા.


બન્નેની પાછળ એજન્સીની વાટ છુટી પણ સોનીઓ હાથતાળી દઇને ગાયબ થઇ એભલ પટગીરની બહારવટીયા ટોળામાં ભળી ગયા.


ઝાલાવાડની ધરતી માથે ચોટીલો ડુંગર ફરતી બાવળની કાંટય ધોળે દિ'એ અંધારૂ પડયું પાથર્યું રહે એવી અધોર કાંટયમાં બહારવટીમાં આશરો લઇને પડયા છે.


બાતમી મળતાં જ એજન્સીના ખાસ પોલીસ અધિકારી મોહનલાલ કે. શાહે પોતાની ફોજ સાથે કાંટય ફરતા ભરડો નાંખ્યો. સામ સામું ધીંગાણું થયું. એ ભલપટગીર રાતનું ઓઢણું ઓઢી અલોપ થઇ ગયો ને બંને સોનીમાંથી એક મરાણો. બીજાને જીવતો જાલી મોહનલાલ રાજકોટની અંગ્રેજ કોઠીમાં હાજર કર્યો કેસ ચાલ્યો. ફાંસીનો ફેંસલો થયો.


ફાંસી દેવાના દિવસો સમિયાણા ઉભો થયો. પોલીટીકસ એજન્ટ સહીત સૌ હાજર થયા અને બેન્ડ અને પોલીસની ટુકડીઓ ગોઠવાય. સોની જુવાનને ફાંસીએ ચડાવતાં પહેલા પૂછવામાં આવ્યું.


'છેલ્લી ઇચ્છા શું છે ?'


'મને મોટા સાહેબ પાસે લઇ જાવ.'


કેદીને સાહેબ સામે હાજર કર્યો.


'સાહેબ પુછ્યું શું ઇચ્છા છે?'


સાહેબ આ ત્રીજી ખુરશીમાં બેઠેલા 'મોહનલાલને મારવાની છે તેણે મારા મોટાભાઇને માર્યો છે.'


'એવી ઇચ્છા પૂરી કરવામાં આવતી નથી.'


સાહેબે સાફ શબ્દોમાં જણાવી દીધું. ફરતો પોલીસ પહેરો છે. અધિકારીઓ બેઠા છે અમલદારોનો દરબાર ભરાયેલો છે. સોની જુવાને સાહેબ માથએ નજર નોંધી વેણ કાઢ્યાં. ' તો સાહેબ હું આ ઉપડયો.' કહીને તેણે છલાંગ મારી પોલીસ કોર્ડન તોડીને ભાગી નીકળ્યો.


પોલીસ હાથ ઘસતી રહીને પરજીઆ પોબાર ગણી ગયો તે બનાવ પછી ફાંસીની સજા વખતે દરબાર ભરવાનું બંધ થઇ ગયું.


નોંધ : આ બનાવ સન ૧૯૨૨-૨૩ના અરસામાં બન્યો હતો. આ વાતને સમર્થન આપતા શ્રી જે.ટી. ત્રિવેદી અમદાવાદમાં રહેતા હતા.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OucOfdxYYssH5W2DO6%2BUFkJNPxKg9txKXuvGrViPKOphQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment