પુલવામા જિલ્લામાં થયેલા આંતકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા છે. ભારતે પાકિસ્તાન સાથે સૌથી વધુ તરફેણકારી રાષ્ટ્રનો જે દરજ્જો પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો તેને ખતમ કરી દીધો છે. સરકાર દ્વારા પાકિસ્તાનના હાઇ કમિશ્નરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ભારત આતંકવાદીઓ અને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઘણા કડક પગલાં લેવાનું વિચારી રહ્યું છે. ચાલો આપણે જાણીએ કે આતંકવાદીઓને કડક જવાબ આપવા માટે ભારત ક્યાં પગલા લઇ શકે છે. 1. MFNનો દરજ્જો ખતમ, પાકિસ્તાન સાથે સંપૂર્ણ રીતે વેપાર સંબંધ પુરા થઇ શકે છે
પુલવામા હુમલા બાદ ભારતે MNF એટલેકે સૌથી વધુ તરફેણકારી રાષ્ટ્રનો જે દરજ્જો પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો તેને ખતમ કરી દીધો છે. આ સાથે જ ભારતનો પાકિસ્તાન સાથેનો વેપાર સંબંધ પર પૂર્ણવિરામ લાગી ગયું છે જોકે આ નિર્ણય સાથે વેપારને લગતા તમામ સંબંધનો અંત લાવવામાં આવ્યો નથી, જોકે આગીમી સમયમાં એવું પણ પગલુ ભારત સરકાર દ્વારા ભરવામાં આવી શકે કે જેમાં પાકિસ્તાન સાથેના સંપૂર્ણ વેપાર પર પ્રતિબંધ લાદવામાં આવે. કારણ કે ભારતને પાકિસ્તાન પાસેથી 14 હજાર કરોડનો વેપાર મળે છે, જોકે વેપાર પ્રતિબંધ લાગવાથી ભારતને બહું મોટા નુકસાનનો સામનો નહીં કરવો પડે અને આ નુકસાનની ભરપાઇ અન્ય દેશ સાથે વેપાર વધારીને કરી શકાય તેમ છે. 2. સાંસ્કૃતિક સંબંધ પર પણ પૂર્ણવિરામ
ભારત દ્વારા આ સીવાય અન્ય એક મહત્વનો નિર્ણય પણ લઇ શકયા તેમ છે જેમા બન્ને દેશ વચ્ચેના સાંસ્કૃતિક અને પર્સન ટુ પર્સન સંબંધ પર પૂર્ણવિરામ લાદી શકે છે. જેના અંતર્ગત પાકિસ્તાનમાં ભારતીય કલાકારો, ફિલ્મ, સીરિયલ અને ભારતમાં પણ પાકિસ્તાની કલાકારો, ફિલ્મ, સીરિયલ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. આ સીવાય સમજોતા ટ્રેન, બસ અને હવાઇ મુસાફરી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. આ નિર્ણય સાથે જ દેશમાં વસતા સંબંધીઓને પણ અસર કરી શકે છે. 3. આતંકવાદી દેશ જાહેર કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો
ભારત તેના દ્વારા પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરી શકે છે. તેને પાકિસ્તાનને આતંકવાદી દેશ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પર દબાણ મૂકવું પડશે. આ પછી, જો ભારત તેના રાજનૈતિક દાવપેચ સારી રીતે રમે તો, પાકિસ્તાનને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું દબાણ બનાવીને ભારત અન્ય દેશો દ્વારા પાકિસ્તાન પર અનેક પ્રકારના પ્રતિબંધ લાગી શકે છે. 4. ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક
ઉરી હુમલા બાદ જે રીતે ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને પકડી-પકડીને માર્યા હતા, તેવી જ રીતે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઇએ. આ સીવાય અમેરિકાની સીલ ટીમ દ્વારા પાકિસ્તાનનાં ઘૂસીને જ ઓસામાંને ઠાર મારયો હતો, તેવી જ રીતે ભારતીય જવાનોએ પાકિસ્તાનમાં ઘુસીને હાફિઝ સઇદ, મસૂદ અઝહર જેવા આતંકવાદીઓનો ખાતમો કરી શકે છે. જોકો આ વખતે આવું કોઇ પગલું ભરવું થોડું અઘરું સાબીત થઇ શકે છે કારણકે આ મામલે પાકિસ્તાન સર્તક હોઇ શકે છે. 5. કલમ 370 અને 35એ નો અંત લાવવો
બીજેપી પોતે લાંબા સમયથી બંધારણની કલમ 370 ને સમાપ્ત કરવા માંગે છે. આ વખતે આ તક છે કે બીજેપી સરકાર આ કેસમાં કંઈક કરે. આ પણ એક મહત્વનો નિર્ણય સાબતી થઇ શકે છે કે જેમાં કલમ 350 અને 35એને સંપૂર્ણ રીતે નાબૂદ કરીને ભારત સરકાર કાશ્મીરનું નિયંત્રણ પોતાના હાથમાં લઇ શકે છે. આનાથી ત્યાં દરેક પ્રકારની કાર્યવાહી સરકાર દ્વારા કરવી શક્ય બની શકે છે અને સરકાર ઇચ્છે તો દેશના અન્ય ભાગોના લોકો ત્યાં સ્થાયી થવા માટેની પરવાનગી આપીને જનસંખ્યામાં પરિવર્તન લાવી શકે છે, પરંતુ આ વિકલ્પ પણ સરળ નથી, કારણ કે એક તો સંવિધાન સંશોધનની પ્રક્રિયા ખૂબજ કઠિન છે, બીજી તરફ કાશ્મીરના સ્થાનિક લોકો સરકાર વિરુદ્ધ મોરચો ચલાવી શકે છે.
6. પાકિસ્તાન પર સીધો હુમલો
હાલ હુમલા બાદ દરેક ભારતીય નાગરિક એક જ વાત કહીં રહ્યો છે કે પાકિસ્તાન પર વર્ષ 1947 અને 1965ની જેમ હુમલો કરીને જવાબ આપવો જોઇએ. જોકે ભારતે ક્યારેય પણ પહેલો હુમલો કર્યો નથી, જોકે આંતકવાદીઓ દ્વારા વારંવાર કરવામાં આવતી આવી નાપાક હરકતોને ધ્યાનમાં લઇને દરેક ભારતીય નાગરિકનું માનવું છે કે ભારત દ્વારા પાકિસ્તાન પર હુમલો કરીને ખેલ ખતમ કરી દેવો જોઇએ. જોકે ભારત દ્વારા આ એકદમ અંતિમ અને ગંભીર પગલું હોઇ શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાથી વિશ્વની શાંતિ ભંગ થઇ શકે છે. બંને દેશ પરમાણુ શસ્ત્ર પણ ધરાવે છે. તેથી આ યુદ્ધ થવાથી બંને દેશોમાં ખૂબ જ નુકશાન થઇ શકે છે. 7. પાણીને અટકાવી દેવું જોઇએ
પાકિસ્તાનને પાઠ ભણાવવાનો એક એ રસ્તો પણ છે કે જેમાં ભારત દ્વારા સિંધુ, ઝેલમ જેવી નદીઓનું પાણી પાકિસ્તાન જતા અટકાવી દેવું જોઇએ. આ નિર્ણય પાછળ એક તર્ક એવો છે કે જો પાકિસ્તાનમાં પાણી જતું અટકાવાથી ત્યાંના લોકો પાણી માટે વલખા મારશે અને પાકિસ્તાનની સરકારને પોતાની ભૂલનું ભાન થશે અને દેશમાં રહેલા આંતકવાદી સંગઠનને ખતમ કરવા માટે કાર્યવાહી કરશે. જોકે આ બાબતે પણ ઘણી અડચણો છે કેમકે ભારત નદી મામલે પાકિસ્તાન સાથે ઘણા સમજોતા કર્યા છે અને પાકિસ્તાન આ મુદ્દાને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી શકે છે જેના કારણે આ પ્રક્રિયા લંબાઇ શકે છે. 8. કાશ્મીરમાં આંતકવાદીઓને પકડી-પકડીને ખતમ કરો
દેશની અંદર જ રહીને જો કોઇ કાર્યવાહી કરવાનું વિચારવામાં આવે તો જેવી રીતે પંજાબમાં ઇન્દિરા ગાંધી અને કેપીએસ ગિલના સમયમાં કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં આતંકવાદી સક્રિય વિસ્તારમાં લાખોની સંખ્યામાં જવાનો મુકી ગામ-ગામ જઇને આતંકવાદીઓને પકડી-પકડીને ખતમ કરી શકાય. આ અભિયાનથી દેશમાં રહેલા આતંકવાદને જડમૂળમાંથી નાશ કરી શકાય તેમ છે. 9. બન્ને દેશ વચ્ચે રમત-ગમત ક્ષેત્ર પર પ્રતિબંધ
પાકિસ્તાન સાથે ફક્ત ક્રિકેટ જ નહીં, પરંતુ તમામ પ્રકારના રમતોમાં કોઈપણ ટુર્નામેન્ટ અથવા મેચ રમવા પર ભારત પ્રતિબંધ લગાવી શકે છે. આ વિશે ભારત પોતાનો મત રજૂ કરતા જણાવી શકે છે કે ક્રિકેટ હોય, એશિયાડ હોય કે પછી ઓલંપિક ભારત, પાકિસ્તાન સાથે કોઇપણ રમતમાં ભાગ લેશે નહીં. 10. બોર્ડર પર કડક કાર્યવાહી
પોતાની સરહદને મજબૂત બનાવવા માટે ભારત એકદમ કડક પગલા ઉઠાવી શકે છે. સમગ્ર સીમા પર વહીવટ અને અન્ય ઉપાયોથી અતિક્રમણ માટે જીરો ટોલરન્સની નીતિ અપનાવી શકાય છે. ઉપરાંત, ભારતની સરહદ પર સૈનિકોની રચના, હથિયાર અને અન્ય લશ્કરી સામાન-વસ્તુઓમાં વધારો કરીને પાકિસ્તાનને ડરાવી શકે કે તે આતંકીઓ પર કાર્યવાહી શરૂ કરે અથવા તો તેમને પરિણામ ભોગવવું પડશે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OszDMdTdov6Hi5boS5MS20KnzeHQPA7Ek64ef9yVPO4Nw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment