Tuesday, 2 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કંજન્ક્ટિવાઇટિસ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કંજન્ક્ટિવાઇટિસ આ સમયમાં સતાવતો ચેપી રોગ છે, એનાથી બચો!
મેડિકલી યોર્સ -મુકેશ પંડ્યા

 

મહિનામાં ઘડીકમાં વાદળ વરસે છે તો ઘડીકમાં સૂર્યના પ્રખર કિરણો. ઘડીકમાં ઠંડી તો ઘડીકમાં ગરમી જેને ડૉક્ટરો ડબલ સિઝન (બેઋતુ) કહે છે. આવી ઋતુમાં બીમારી ફેલાવતાં વિષાણુઓ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે.

 

આવા આતંકીઓ જો આંખના સફેદ પડદામાંની અડફેટમાં આવે તો આંખોમાં બળતરાં શરૂ થાય. કોઇક કણી આંખમાં ખૂંચતી હોય એવી લાગણી થાય. દાહ -બળતરાં સાથે સોજા આવે. આંખો લાલઘૂમ થઇ જાય. આંખોમાંથી પીળું કે લીલાશ પડતાં પીળા રંગનું ચીકણુ પ્રવાહી ઝરે છે. ક્યારેક તો એનું પ્રમાણ એટલું બધું હોય છે કે પાંપણો અને આંખોના પોપચાં ચીટકી જાય.

 

સામાન્ય રીતે આ એવી બીમારી છે જે એની મેળે જ થોડા દિવસમાં મટી જાય છે. પણ ચેપી હોવાને કારણે એક આંખમાં થઇ હોય અને દરકાર ન રાખીએ તો બીજી આંખમાં પણ પ્રસરે છે. એટલું જ નહીં ઘરના અન્ય સભ્યોને પણ અડફેટે લઇ લે છે.

 

આ બીમારીને પ્રસરતા અટકાવવા શું કરશો?

-આંખની નાની મોટી કોઇ પણ તકલીફના નિવારણ માટે કુદરતી રીતે જ આપણે આપણા હાથનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. આંખને જરાક અસુખ જેવું લાગે કે આપણો હાથ ત્યાં પહોંચ્યો જ સમજો. હવે આ હાથમાં અસંખ્ય વિષાણુ કે બેક્ટેરિયા હોય છે જે આંખ જેવા નાજુક અવયવમાં પહોંચતા અટકાવવા હોય તો બહેતર છે હાથને સાબુથી ધોઇને સાફ રાખવા. તમારે આંખમાં કોઇ દવા કે ટીપાં નાખવા હોય તો પણ પહેલા હાથને સારી રીતે ધોઇ, સ્વચ્છ કરીને એ કામ કરવું.

 

- બને ત્યાં સુધી આંખને અડવાનું કે ચોળવાનું મન થાય તો પણ સંયમ રાખો. એક આંખમાં પ્રસરેલી બીમારી આવી ક્રિયાથી જલદીથી બીજી આંખમાં પ્રસરે છે.

 

-આંખમાંથી નીકળેલા કોઇ પણ પ્રવાહી કે ચીકણા દ્રવ્યને ડાયરેક્ટ હાથથી સાફ ન કરતાં કોઇ ભીના ચોખ્ખા કપડા કે કાપૂસથી સાફ કરો. કાપૂસનો યોગ્ય જગ્યાએ નિકાલ કરી દો જ્યારે ભીના કપડાને સાબુ અને ગરમ પાણીથી ધોઇને ફરીથી ઉપયોગમાં લઇ શકાય. કપડાને ધોયા પછી તમારા હાથને પણ બરાબર સાબુથી ધોઇ નાખવા.

 

-તમારી ચેપગ્રસ્ત આંખ અને સારી આંખમાં ટીપાં નાખવા હોય તો એના માટેની બોટલ કે ટીપાં નાખવા માટેની કાચની સળી કે અન્ય કોઇ સાધન અલગ અલગ હોવા જોઇએ. મોટે ભાગે આપણે ચેપી આંખમાં દવા નાખ્યા પછી એ જ સાધનથી સારી આંખમાં દવા નાખીએ છીએ ત્યારે એ આંખમાં પણ બીમારી ફેલાવાની શક્યતા વધી જાય છે.

 

-ચેપગ્રસ્ત વ્યક્તિનાં કપડાં, ઓશિકાનાં કવર, ચાદર, નેપ્કિન તથા હાથરૂમાલ અલગ રાખીને સાબુ અને ગરમ પાણીથી ધુઓ. આ તમામ કપડાં ધોયા પછી તમારા હાથ પણ સાબુથી સાફ કરો.

 

- આંખમાં બીમારી હોય ત્યાં સુધી કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ટાળો. તમારા ડૉક્ટરની સલાહ લઇને જ તેનો વપરાશ શરૂ કરો.

 

-ચશ્માં પહેરતા હોવ તો એેને વારંવાર સાફ કરો અને જે કપડાંથી ચશ્માં સાફ કર્યા હોય તેને સાફ રાખો, એ કપડું કોઇ અન્ય વ્યક્તિના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખો.

 

-સ્વિમિંગ પુલ કે અન્ય જાહેર તેમ જ ગીર્દી હોય એ જગ્યાએ જવાનું ટાળો.

 

તમે કોઇ ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસ હોવ તો શું કરશો?

ચેપગ્રસ્ત વ્યક્તિની આંખમાં દવા નાખતા પહેલાં અને પછી તમારા હાથ સાબુ અને ગરમ પાણીથી સારી રીતે ધુઓ.

 

- દરદીનાં કપડાં કે તેની ચાદર ધોતાં પહેલાં અને ધોયા પછી તમારા હાથને સાબુથી સાફ કરો.

 

- હાથને બરાબર સાફ કર્યા વગર તમારી આંખને અડવું નહીં કે ચોળવી નહીં.

 

- ચેપગ્રસ્ત વ્યક્તિએ જે ફેઇસ પાઉડર, આંખના મસ્કરા કે અન્ય સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ કર્યો હોય તેનો ઉપયોગ ભૂલેચૂકે કરશો નહીં.

 

ફરીથી ચેપગ્રસ્ત થવાનું ટાળો

કંજન્ક્ટિવાઇટિસ ચેપી અને ચીકણો રોગ છે. એક વાર તેનાથી મુક્તિ મળ્યા પછી ફરીથી પણ થઇ શકે છે. તે ફરીથી ન થાય એ માટે,

 

- તમે ચેપગ્રસ્ત હતા ત્યારે આંખ માટે કે ચહેરા માટે જે જે સાધનો કે મેકઅપ માટે જે જે ચીજવસ્તુઓ વાપરી હોય તેનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળો. બની શકે તો આ ચીજોનો નિકાલ કે નાશ કરી દો.

 

- જો તમે કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા હો તો ,ચેપ લાગ્યો હોય ત્યારે ડિસ્પોઝેબલ ( વાપરીને ફેંકી દેવાય એવા) કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરો. સાજા થયા પછી આવા લેન્સનો નાશ કરો.

 

-ચશ્માં વાપરતા હોવ તો આવા ચશ્માં અને ચશ્માંનું ખોખું સાજા થયા પછી બરાબર સાફ કરીને ઉપયોગમાં લો.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuUFg_tny%3DwxLTNGTpxkCc3QFTx_CqfARtV4qSSD_Q1Mg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment