Friday, 20 July 2018

Re: [ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કળા અને કર (Gujarati) [Posted by B D Jesrani]

Pls remove my e-mail id from this group.

On Fri, 20 Jul 2018 10:47 pm Kakdi Riata, <kakdiriata2@gmail.com> wrote:


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કળા અને કર: કસબીઓની કામણગારીની સરકારી કદરદાની!
મોન્ટાજ-અભિમન્યુ મોદી

પેરેન્ટ્સ ખીજાય એવું કરવું છે? સગાવહાલાંઓ ઉપર-ઉપરથી વાહ વાહ કરે અને અંદરથી ખિખીયાટા કરે એવું કરવું છે? આસપાસના સમાજમાં લહેરીલાલા, ધૂનીની છાપ પાડવી છે? તો કોઈ પણ કળામાં સિન્સિયરલી આગળ વધવાનું ચાલુ કરો, અને તો તમારા પંકાઈ જવાના ચાન્સિસ વધી જશે. ના, આ મજાક નથી. અત્યારના રીઝલ્ટ ઓરીયેન્ટેડ, પરંપરા પારાયણ અને મની માઈન્ડેડ માનસિકતાની પ્રવર્તમાન (કુ)સ્થિતિ છે. કળા એ જીવન નથી, નથી જીવન જીવવાનો રસ્તો પણ કળા જીવનને સહ્ય બનાવે છે. લાઈફની એન્જોયેબલ રચના કરે છે. કળા વગરનું જીવન એક સીધી લીટીની જિંદગી બનીને રહે છે.

માણસને મનુષ્યેતર જીવોથી જુદું પાડનાર ઘટક એટલે એમની બુદ્ધિમત્તા. પણ બુદ્ધિ તો વધતે-ઓછે અંશે પતંગિયામાં પણ છે અને કરચલામાં પણ. તો શું બુદ્ધિની માત્ર ક્વોન્ટિટી જ આપણને પ્રાણીજગતથી અલગ પાડે છે? માત્ર બુદ્ધિની વધુ ક્વોન્ટિટી વાંદરામાંથી હોમો સેપિયન્સ બનવા માટેનું ડીસાઈડિંગ ફેક્ટર બની શકે? ના, બુદ્ધિ અને મનના મિશ્રણ રૂપે પેદા થતી કળા એક મોટી-જાડી બોર્ડર ઘસી કાઢે છે માણસો અને બીજા જીવો વચ્ચે.

એક્સેસિવ ફિલોસોફી? નો. લેટ્સ કમ ટુ બી પ્રેક્ટિકલ. કળા એટલે કે જે-તે દેશના કલ્ચરનું આગવું બાળક, જે-તે દેશના વિકાસ માટે, ઇકોનોમિક ગ્રોથ માટે કઈ હદે મહત્વનું અંગ બની રહે છે એ રિયલાઈઝેશન કેટલા દેશોના કેટલા સમાજોમાં છે? વિશ્વયુદ્ધો દરમિયાન જે દેશ હારતો તે દેશની અસ્કયામતો કે સોનું-ચાંદી કરતાં પણ વિજેતા દેશને વધુ રસ એ દેશની કલાકૃતિઓમાં રહેતો. હિટલરે કેટલા બધા આર્ટીસ્ટીક ક્રિએશન તફડાવીને જીવની જેમ સાચવી રાખેલા. ટાઈટેનિક જહાજમાં અત્યારે રહેલી સૌથી એક્સપેન્સીવ વસ્તુ એમાં રહેલા ઘરેણાં નથી પણ એની અંદર નકશીદાર પેટીમાં રહેલું એક દુર્લભ પુસ્તક અને બીજી કળાઓના ઉત્તમ નમૂના છે. યુરોપમાં પુન:જાગૃતિ (રેનેસાં) થઇ, એમાં કલાકારોનો કેટલો મોટો ફાળો હતો. ફ્રેંચ ભૂતપૂર્વ પ્રમુખ ચાર્લ્સ દ ગોલની સરકાર સામે વિરોધો થતા ત્યારે સરકારી પોલીસ ચળવળમાં રહેલા કલાકારો કે કવિઓની ધરપકડ ન કરી શકાતી. અરે, કોહીનુર તફડાવી ગયા અંગ્રેજો. કળાકારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાઓ આઝાદી પહેલા ઉસેટાઈ ગયા. અંગ્રેજો કળાનું મહત્ત્વ સમજતા હતા, સમજે છે.

જે-તે દેશની સંસ્કૃતિ, ત્યાંનું લોકાલ, ત્યાનું ક્ધટેમ્પરી કલ્ચર દેશના ઇકોનોમિક ડેવલપમેન્ટ સાથે ગુણોત્તરના પ્રમાણમાં હોય છે જે આજની તારીખે સત્ય છે. બ્રિટન કે અમેરિકા કે યુરોપ ક્ધટ્રીઝમાં કાળજું ઠરે એટલી કળાની કદરદાની થાય છે. ચાલો એક નાના અને લિમિટેડ રિસોર્સીસ ધરાવતા દેશની વાત કરીએ. તે લેટિન અમેરિકન દેશ છે. દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો તે દેશ એટલે મેક્સિકો. એ મેક્સિકો અત્યારે જગતનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં ત્યાંના નાગરિકે ટેક્સ ભરવો હોય તો પોતે સર્જેલી કળા'થી ભરી શકે. આઈટી રીટર્ન ભરવા માટે ચાર્ટર્ડ એકાઉટન્ટની નહિ પણ કુરિયર સર્વિસની જરૂર પડે જે પોતાનું બનાવેલું શિલ્પ કે ચિત્ર સરકારને મોકલાવી દે એટલે એમનો ટેક્સ ભરાઈ ગયો!

મેક્સિકો, કે જ્યાં ૨૦ મી સદીના છેલ્લા ચાલીસ-પચાસ વર્ષો દરમિયાન એટલે કે ૨૦૦૦ ની સાલ સુધી ઇકોનોમિક ગ્રોથ માંડ ૩ થી ૪ ટકા રહેલો. મેક્સિકો, કે જે દેશે ૭૦ થી લઇને ૨૦૦૦ સુધી ૮૭૨ બિલ્યન ડૉલર્સ કરચોરોને કારણે ગુમાવ્યા છે, એ દેશ કે જ્યાંની ૫૦ ટકા વસ્તી ગરીબીરેખાની નીચે જીવે છે. એ દેશે ૧૯૫૭થી માત્ર એક આર્ટીસ્ટ નામે ડેવિડ અલ્ફેરો સીક્વેરોસની એમના મિત્ર માટે કરેલી વિનંતીને કારણે ટેક્સ રૂપે ૭૦૦ જેટલા સ્થપતિઓ, ચિત્રકારો અને ગ્રાફિક ડિઝાઈનરોનો ટેક્સ એમના કામરૂપે-કળારૂપે ભરવાની સવલત આપે છે! નબળી હાલત ધરાવતો દેશ મેક્સિકો અત્યારે ક્યાં છે? ભારતની જીડીપી પર કેપિટા છે ૧૫૦૩ યુએસ ડૉલર. અને મેક્સિકોની ૯૭૪૯ યુએસ ડૉલર્સ. સ્ટ્રેઈટ ઉપર ચડતો ગ્રાફ. આ છે કળાની તાકાત. મેકિસકન સરકાર પાસે ભેગા થયેલા ૭૦૦૦ સ્થાપત્યો, કલાકૃતિઓ, ગ્રાફિક્સ અને ચિત્રોમાંથી એક પણની 'માર્કેટ વેલ્યુ' સરકારે કઢાવી નથી. ફક્ત મ્યુઝિયમ્સને શોભાવે છે. જે વર્ષે દહાડે લાખો પ્રવાસીઓ અને મેક્સિકન મોડેલના અભ્યાસાર્થીઓને આકર્ષે છે. ટચુકડો દેશ, જગતના ખેરખાં અર્થશાસ્ત્રી પણ સાંભળતાવેત નકારી કાઢે એવો વિચિત્ર આર્ટિસ્ટિક નુસખો, અને? અને .. જાયન્ટ સફળતા. ત્યાંની સરકારને સલામ!

તો શું તમારું કહેવાનું એવું છે કે આપણા દેશમાં પણ આવો પ્રોગ્રામ અમલમાં મૂકવો જોઈએ? ના. કહેવાનું એવું નથી. (ફોક મ્યુઝીક, સાહિત્ય, સીનેમાટોગ્રાફિક ફિલ્મ્સ વિગેરે કળાતત્વો પર આપણી સરકાર કરવેરામાંથી રાહત આપે છે. પણ, વેરો ભરવા માટે આપણે એ કળાનો કરન્સીની જેમ ઉપયોગ કરી શકતા નથી.) મેક્સિકોના આર્થિક-સામાજિક-ભૌગોલિક- રાજકીય સંજોગો બીજા બધા દેશો કરતાં જુદા હોય. માટે અહીં શક્ય બને ન બને. (દરેક વાતમાં ઇઝરાયેલપદુડા થઇ જતા મિત્રો સાંભળે છે ને?) વાત અહીં કોઈ નવો કાયદો લાવવાની નથી. વાત છે જે તે દેશની આર્ટ પ્રત્યેની સેન્સિબિલિટીની અને આર્ટ પ્રત્યે આપણી અંશત: બ્લાઈન્ડનેસ કમ ડીફનેસની. વાત છે કળાને ટાઈમપાસના માત્ર એક સાધન તરીકે જોવાની કે પછી પરંપરાગત જીવનપદ્ધતિથી ફંટાઈ ગયેલા વ્યક્તિઓના વર્કને મેન્ટલ ડિસઓર્ડર તરીકે જોવાની.

આપણો વૈદિક સમય વિચારો. મહાભારત યુગ. કેટલું ક્રિએટિવ

કામ થયું. શૂન્યની શોધથી લઇને ભૌતિકશાસ્ત્ર સુધીની નક્કર શોધો થઇ. પછી જે સમય આવ્યો એ કળા-અરાજકતામાં ગયો. અને પ્રેઝન્ટ વર્લ્ડની કાયાપલટ કરનાર જે ક્રાંતિકારી શોધો થઇ એ બીજા દેશોમાં થઇ. અને જે દેશોએ દુનિયાનો નકશો બદલાવી નાખ્યો એ દેશોમાં સાથે-સાથે કળાનું કેટલું બધું અપગ્રેડેશન થતું ગયું! ધેટ્સ ધ પોઈન્ટ.

મેક્સિકોના પ્રખ્યાત કલાકાર (જેને કારણે ટેક્સ કળારૂપે ભરવાનો પ્રોગ્રામ ચાલુ થયો) એન્ટોનિયો ગ્રીટોન ઓર્ટીઝ કહે છે કે આ આખું વર્ષ નેકેડ પીપલ આર્ટનું રહ્યું છે. નગ્ન ચિત્રો આ વખતે વધુ સબમિટ થયા છે પણ દર વર્ષે ટ્રેન્ડ બદલાતો રહે છે. અને અહી ભારતમાં? અમુક જડ માનસિકતાને કારણે ઘણાં કલાકારોને જીવનપર્યંત ભારતની બહાર રહેવાનું થયું છે. કળાના મુક્ત ફોર્મને આપણે સ્વીકારી શકીએ એટલા સજ્જ છીએ ખરા?

સીધી સિમ્પલ વાત છે. સકસેસફૂલ મેરેજ લાઈફ માટે બંને માણસ જો કળા-શોખના મર્મી અને કર્તા હોય તો આખી જિંદગી બહુ સારી જાય છે અને બેમાંથી એક માણસ પણ જો સાવ નીરસ, શોખવિહીન જીવન કાઢતો હોય તો તકલીફો ઘણી પડે છે, એવું અનેક સર્વે અને ઈતિહાસ કહે છે. પર્સનલ લાઈફથી લઇને આખા વર્લ્ડ ઈકોનોમી સુધી કળાનું માહાત્મ્ય અને મહત્ત્વ કેટલું છે એ નજર સામે છે. હવે વિચારવાનું આપણે છે.

કળા છે શું? આખો દિવસ ઘરનું કામ કરીને થાકેલી ગામડાંની ગૃહિણી પાંચ કિલોમીટર દૂર કૂવામાંથી પાણી ભરવા જાય ત્યારે કપાળનો પરસેવો કપાળના ચાંદલાને ભૂંસી નાખે એ સામાન્યજન માટે અવ્યવસ્થા છે પણ કોઈ ફોટોગ્રાફર કે ચિત્રકાર માટે આ મોમેન્ટ લાઈફ ટાઈમ પ્રેસ્ટિજ આપી શકતી મોમેન્ટ. ધીસ ઈઝ આર્ટ.

ચાના કપમાં થતી તર કે આ પૂર્તિનું પાન તમને તમારા કળાત્મક દિમાગના જોરે પિકાસો કે દ વિન્સી કેમ ન બનાવી શકે?

----------------------------

કાર, વિચાર, રંગો, છટા, સંસ્કૃતિ, કળાઓ, ઈતિહાસ, વર્તમાન આ બધું એકબીજા ઉપર ઓવરલેપ થઇને આ દુનિયા બની છે. ભૌગોલિક મર્યાદાઓ નડતા હવે માણસ વર્ટીકલ કે હોરીઝોન્ટલ નહિ પણ કોન્શયસ અને કલ્ચરલ પ્રગતિ કરે છે. આધુનિકતા હવે આઉટડેટેડ ક્ધસેપ્ટ છે, આજના માણસને અનુઆધુનિકતાના ક્ષિતિજદર્શનની ભૂખ છે. આખું જગત જયારે અંદરોઅંદર એકાકાર થઇ રહ્યું હોય ત્યારે પ્રત્યેક માણસ અને દરેક ઘટના એક લાઈવ મોન્ટાજની અનુભૂતિ આપે છે. આ કોલમમાં વિશ્ર્વના બહુરંગી સમયની વાતો પોસ્ટ-મોડર્ન સોસાયટીના પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવશે. વાત જાયન્ટ દુનિયાની વિશાળ વાતો અને તેની બહુઆયામી વૈવિધ્યતાનું રસપાન કરવાની છે. સહુ જાણે છે ને સ્વીકારે છે કે જગત બહુ આગળ વધી ગયું છે, પરંતુ એની સાથે પોતે પાછળ રહી ગયાનો અફસોસ ન થાય એનો એક આધાર આ કોલમ છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtW_iFNreCeMi2WHVMA0QanJfXpL1h1kXFPU1%3D%2BhW6b4g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAJwMPq-M_TEPL55W76D6vWAFxBwaMKxB3cKe3J7YU_zFeC2n%3DQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment