Saturday, 21 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અન્નદાતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અન્નદાતા!
ખોબામાં દરિયોઃ રેખાબા સરવૈયા

 

 

આકાશ અગનફૂલોની વર્ષા કરી રહ્યું હતું. સૂરજ એટલે બધો તપતો હતો કે પોતે જ મૂકેલા ઉછવાસથી નાકની નીચેની હોઠ પાસેની ત્વચા દાઝી જતી અનુભવાતી હતી.

 

સરકારી ગતિથી ચાલી રહેલંુ ડામરની સડકનું કામ આવી વેળાએ તો એટલું અકારું થઈ પડયું હતું કે વાત જ ન પૂછો.

 

ઉકળતા ડામરની ગરમીથી શેકાતી મજૂરણનાં મોં તપેલી તાવડી જેવું ભાસી રહ્યું હતું. ઉકળતા ડામરની ભઠ્ઠીમાંથી તગારામાં ડામર ભરીને રોડનું પેવરિંગ-લેવલિંગનું કામ ચાલુ હતું ત્યાં એ ઠાલવતી હતી.

 

એ બાઈની નજર તો ઝાંખા છાંયડાવાળા બાવળની ડાળીએ, સાડલાની ઝાળીનો હિંચકો બાંધીને સુવડાવેલા પોતાના બાળક ઉપર જ રહેતી. એ બાવળનાં છાંયડે, ધૂળની ઢગલીઓથી રમતા બીજા થોડા મોટા બાળકની હરકત ઉપર પણ એની નજર રહેતી. એક તગારુ સડક માથે ઠાલવતી હતી કે પાછળથી દેકારો આવીને એની પીઠ પર અથડાયો.

 

એણે આંખ-કાન અવાજની દિશામાં માંડયા તો વાત કંઈક આમ બની હતી. બાઈનું ધૂળમાં રમતુ છોકરું-સાઈટ ઉપર બધાની દેખરેખ રાખતા, રૂઆબદાર બેઠક પાસે પડેલી મિનરલ વોટરની બોટલ, ગંધારા હાથે, પૂછયા વગર હાથમાં લઈને મોઢે માંડીને પાણી પીધું કે વાત પૂરી…

 

સાહેબનો ગુસ્સો જાણે સૂરજનાં તાપની હોડમાં ઉતર્યા રે.


રઘવાટમાં દોડતીકને પહોંચેલી પેલી બાઈ સાહેબને છોકરાના ઉપરાણા પેઠે બેભક વેણ કહે ના કહે ત્યાં તો…સાહેબે સ…ટા…ક દઈને છોકરાનાં ગાલ ઉપર એક તમાચો ચોડી દીધો અને પછી ઊંચા સાદે મજૂરણને ધમકાવતો વરસી પડયો…

 

સા…લા…મેનર્સલેસ…..!! કંઈ ભાન પડે છે…! અને ઓ….ય….અબી….! તું જ એની મા ને?


બે બે છોકરાવની સરભરામાં જ દિ પૂરો કરી દે છે કામ તો કંઈ ભલીવાર નથી…તું પણ કાલથી કામ પર ન આવતી…!


બાઈની આંખોમાં ઝળહળિયા


આવી ગયા અને ફાળ પડી કે બે છોકરા એ પોતાનો છેડો પાથરીને, કગરીને સાહેબને વિનવવા ગઈ પણ શબ્દો ડૂમો બનીને ગળામાં જ અટકી પડયા.

 

ને સાહેબ તો કોઈનો આવેલો ફોન કાને રાખીને વાતો કરતાં-કરતાં પોતાની એસી. કારમાં બેસીને ધૂળ ઉડાડતા રવાના…

 

બાળકોનાં પેટ સાટે વેઠ કરતી બાઈની આંખોમાં ડમરીની ધૂળથી ધૂંધળાશ તો જરૂર આવી ગઈ તો પણ બાઈની નજર પોતાનાં છોકરાને તમાચો મારતી વખતે સાહેબનાં કાંડા પરથી સરકીને ધૂળમાં પડેલી સોનાની લક્કી પર ગઈ.

 

નીચા નમીને એણે લક્કી હાથમાં લીધી. એની આંખોમાં ચમક આવી. છોકરાને સોડમાં લઈ એણે વિચાર્યું…

 

ભસાઈબે ભલે કામ પર આવવાની ના પાડી….પણ કાલ્ય તો આવવું જ ઝોહે….ગમે ઈમ તોય…


મારા અન્નદાતાની આવડી કિંમતી ચીજ મને જડી સે…

 

સૂર્યનું પ્રતિબિંબ સોનાની લક્કી પરથી પાછંુ વળીને બાઈને આંખમાં ઝળહળી ઊઠયું.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OthRC51Quz0E5t%2BZR%3Dhnj_3v8Lht_jHpbCMWPVpm8zMvw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment