Saturday, 21 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પૌષ્ટિક ભોજન તૈયાર કરવાની યોગ્ય રીત (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પૌષ્ટિક ભોજન તૈયાર કરવાની યોગ્ય રીત!

હારમાં ફ્કત પૌષ્ટિક પદાર્થ લેવાનું નિષ્ણાતો વારંવાર કહેતા રહે છે. રોજબરોજની ઉતાવળમાં સામાન્ય રીતે રસોઈ ઝટપટ બનાવી દેવામાં આવતી હોય છે. આમ કરવાથી ભોજનનો સ્વાદ કદાચ જળવાઈ રહેતો હશે પણ તેના પોષક ગુણો નાશ પામે છે. પૌષ્ટિક ભોજન તૈયાર કરવાની યોગ્ય પદ્ધતિની જાણકારી હોવી જરૂરી છે. યોગ્ય જાણકારીનો ઉપયોગ કર્યા બાદ ભોજન બનાવવામાં આવે ત્યારે જ વિવિધ વાનગીમાં તેના ગુણો જળવાઈ રહે છે. ભોજનમાં પૌષ્ટિક્તા અગત્યની ગણાય છે. ભાણામાં વાનીગઓ પીરસાય તેના સ્વાદની સાથે તેનામાં પોષણમૂલ્ય કેટલાં પ્રમાણમાં જળવાયેલું છે, તે જાણવું આવશ્યક છે. પાક-કળાની યોગ્ય માહિતી વિશે જાણકારી હોય તો તેનો ફાયદો મોટા પ્રમાણમાં મળી શકે છે.

-----------------------------

કઠોળ કે આખું અનાજ

કઠોળ કે આખા અનાજને રાત્રિભર પાણીમાં પલાળીને રાખ્યા બાદ બનાવવું. અનાજ કે કઠોળને સાતથી આઠ કલાક પાણીમાં પલાળ્યા બાદ બનાવવાથી તેને ઝડપથી પકાવવું સરળ બને છે. ઓછા તેલમાં ધીમા તાપે પકાવવું. મસાલાનો ઉપયોગ પણ બને ત્યાં સુદી મર્યાદિત માત્રામાં કરવો. સામાન્ય રીતે કઠોળ કે આખા અનાજમાં ફાયટિક એસિડ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કઠોળને ફણાગાવવાથી તેનામાં સમાયેલી ફાયટિક એસિડની માત્ર અડધી બને છે. તેને પચાવવું પણ સરળ બને છે.

-----------------------------

ભાત

ભાત બનાવ્યા બાદ વધેલું પાણી કાઢી લેવાની આદત સામાન્ય પણે જોવા મળે છે. વાસ્તવમાં પાણી કાઢી લેવાથી ચોખામાં સમાયેલું વિટામિન બી નાશ પામે છે. ચોખાને બનાવતા પહેલાં અડધો કલાક પલાળી રાખવા. ધીમી આંચ ઉપર તેને પકાવવા. ભાત બનતી વખતે તેમાં બૈસિબલ સેરેયસન બનવા લાગે છે. બીજી વખત તેને ગરમ કરવામાં આવે તો પણ તેનો નાશ થતો નથી.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtCKgm3R6R-00qFntkj%2Bu_5g3KH154g7LREGS_2FY55%2BA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment