આધુનિક જમાનો હવે સાહસિક્તાનો છે. આજના જમાનામાં મહિલા હોય કે પુરુષ તેમના સ્વાસ્થ્ય માટે બહુ જાગૃત રહે છે અને જીમમાં જઇને વર્કઆઉટ્સ કરવું કે યોગ કરવા કે અરેબિક્સ કરવું કે ડાન્સ કરવા જેવી એક્ટિવિટિઝથી સ્વાસ્થ્ય સારું રાખવું કે વજનને જાળવી રાખવાના ઉપાયો કરે છે. ખાસ કરીને આજે ટ્રેકિંગનો જમાનો છે. યુવા હોય કે ૫૦-૬૦ વર્ષથી ઉપરની વયના દરેકને ટ્રેકિંગ કરવાનો શોખ હોય છે. વીતેલા જમાનામાં તો મોટી વયના ટ્રેકિંગ વધારે કરતા જોવા મળતા હતા, પણ હવે તો યુવાનો અને બાળકો પણ મોટા મોટા પર્વતારોહણ કરે છે. ભારતની જાણીતી અમરનાથ યાત્રામાં હવે ઉંમર બાધ છે ને ૧૪ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને આ યાત્રામાં પ્રવેશ નથી મળતો, પણ એવરેસ્ટ કે તેના જેવા બીજા મોટા પર્વતો પર આરોહણ કરવા માટે ઉંમરની કોઇ બાધ નથી હોતી. આથી પર્વતારોહણનો શોખ વિશ્ર્વમાં બહુ વધી રહ્યો છે. તેવી રીતે તાજેતરમાં ભારતમાં ટ્રેકિંગનો રેકોર્ડ કરનાર બે વ્યક્તિની વાત અહીં કરીએ.
તાન્ઝાનિયામાં આવેલો માઉન્ટ કિલિમાન્જરો આફ્રિકામાં સૌથી ઊંચો પર્વત છે. વિશ્ર્વમાં થતા સાત સમિટમાંનો એ એક છે. મોટા ભાગના પર્વતારોહકો તેમના જીવનકાળમાં એક વખત તો આ પર્વત ચડવાની ઇચ્છા રાખે જ છે. આ સાત પહાડો વિશ્ર્વના સાત ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે અને આજ કારણે પર્વતારોહકો તે દરેક પહાડો પર ચડાણ કરે છે અને તે દરેક ખંડના સૌથી ઊંચા પોઇન્ટ પરથી વિશ્ર્વને નિહાળે છે. માર્ચ, ૨૦૧૮માં હૈદ્રાબાદના સામાન્યુ પોથુરાજુએતાન્ઝાનિયામાં આવેલો માઉન્ટ કિલિમાન્જરો પર્વત ચડી બતાવ્યો. સામાન્યુ ફક્ત સાત વર્ષનો કુમળી વયનો છોકરો છે. હજુ તો તેની રમવાની ઉંમર છે. ત્યારે તે ૫૮૯૫ મીટરની ઊંચાઇ સુધી પોતાના નાનકડા પગથી ચડાઇ કરે તે વાત બહુ અદ્ભુત ગણાય. આ ઉંમરે તો બાળકો શાળામાં ભણવા એકલા પણ નથી જઇ શક્તા અને સાત પગથિયા જેવી રમતમાં કૂદતા કૂદતા પડી જાય છે. આટલી નાની વયે બાળકોના સ્નાયુ હજુ તો મજબૂત પણ ના થયા હોય અને માતાઓ તેમને હૉર્લિક્સ અને બૉર્નવિટાવાળું દૂધ પીવડાવીને તેમના શરીરમાં તાકાત એક્ઠી કરવાના પ્રયત્નો કરતી હોય ત્યારે આ નાનકડા બાળ સ્વરૂપ ભગવાન જેને કહી શકાય તે ભૂલકો ખાડા-ટેકરાં અને હાડકાં ગાળી નાંખે તેવી ઠંડી અને ઊંચાઇ પર ઓછા થતા જતાં ઑક્સિજન વચ્ચે પણ સરળતાથી ચડાઇ કરી શકે તે બહુ આશ્ર્ચર્યની વાત કહેવાય. ત્રણ-ચાર લૅયરના પહેરેલા વસ્ત્રો તથા શૂઝનો ભાર પણ હોય. પોતાની નાની નાની પગલીઓ ભરતાં આફ્રિકાના આ સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલિમાન્જરોની ટોચે પહોંચીને તેણે ભારતનો ધ્વજ ફરકાવ્યો તેને દૈવી શક્તિ જ કહી શકાય. તેની નેમ હતી આફ્રિકાના આ સૌથી ઊંચા પર્વત પર ચડીને રેકોર્ડ બ્રેક કરવાની. તેની એ ઇચ્છા પૂરી થઇ ગઇ. સૌથી નાની ઉંમરમાં આ પર્વત પર આરોહણ કરવાનો તેણે વિક્રમ નોંધાવ્યો છે. તેને સાથ અને હૂંફ આપવા તેની માતા લાવણ્યા આ પ્રવાસમાં તેની સાથે હતી તથા કોચ થમ્મીનેની ભારત અને તેનો સાથી પર્વતારોહક શાંગાબાંદી શ્રુજાના સાથે આ નાનકડાં યુવાને પોતાનો આ મહત્ત્વાંકાક્ષી ટ્રેક સફળતાપૂર્વક પૂરો કર્યોહતો. ટ્રેક દરમિયાન તેની સામે આવતા પડકારોનો તેણે બહુ સરળતાથી સામનો કર્યો હતો. આ બધું સહન કરવાની તેની ગજબની શક્તિ બહુ પ્રેરણારૂપ છે. ગમે તેવું ખરાબ વાતાવરણ કે તેના પગમાં થતો દુખાવો પણ સામાન્યુને ટ્રેકનું ચડાણ કરતા અટકાવી શક્યા નહોતા. તેનો ધ્યેય તો અંતે વિશ્ર્વ રેકોર્ડ બનાવવાનો હતો. એક દિવસ તો આખો સમય વરસાદ પડ્યો હતો અને આખો માર્ગ પથ્થરોથી ભરેલો છે. સામાન્યુ કહે છે, 'હું બહુ ડરી ગયો હતો, મારા પગમાં બહુ દુખાવો થતો હતો, પણ હું વચ્ચે વચ્ચે આરામ કરતો જતો હતો અને પર્વતની ટોચ પર પહોંચી ગયો. મને બરફ બહુ ગમે છે અને તે જ કારણ હતું મારું માઉન્ટ કિલિમાન્જરોના ચડાણનું. આટલો મોટો પર્વત ચડવો સામાન્યુ માટે સરળ વાત નહોતી, પણ તે સાહસ તેણે કરી બતાવ્યું. તેની માતા લાવણ્યાએ તેની સાથે આ ટ્રેકના ચડાણની શરૂઆત કરી હતી, પણ તેનું સ્વાસ્થ્ય બગડી જતાં તેણે અધવચ્ચેથી જ પાછા જવું પડ્યું હતું. ભારતીય પર્વતો પરના વાતાવરણમાં થતા બદલવાથી સામાન્યુ ટેવાયેલો હતો, પણ માઉન્ટ કિલિમાન્જરો બહુ જુદા પ્રકારનો પર્વત છે. તેની ટીમે ૨૯મીમાર્ચે બેઝથી શરૂઆત કરી હતી અને તેઓ બીજી એપ્રિલે સમિટ સુધી પહોંચી ગયા હતા. અદ્ભુત! આટલા નાના એન્જલને સલામ કરવાનું મન થાય તેના સાહસ માટે. ગ્રેટ અચિવમેન્ટ. સામાન્યુને આટલી નાની ઉંમરે પર્વતારોહણમાં કેવી રીતે રસ જાગ્યો તે વિશે તેની માતા લાવણ્યા કહે છે, 'તેની સ્કૂલે હૉસ્ટ કરેલી એક પર્વતારોહણની ઇવેન્ટ અને તેના ગ્રુપની શક્તિથી તે ટ્રેકિંગ કરવા પ્રેરાયો. સ્કૂલના તેના કોચે સૂચન કર્યું કે તે બહુ મજબૂત છે અને તેનામાં બહુ તાકાત છે. આથી પછી માઉન્ટ કિલિમાન્જરોસર કરાવવાનું નક્કી કરાયું.' પછી તો તેની તૈયારીઓ શરૂ થઇ ગઇ. તેના મહત્ત્વાકાંક્ષી ટ્રેકની તાલીમ આપવા પાછળ લાવણ્યાએ ખૂબ જ મહેનત કરી હતી. તે સામાન્યુને રોજ સવારે ત્રણ વાગે ઉઠાડતી અને તેને પ્રેક્ટિસ માટે તૈયાર કરતી. લાવણ્યા કેટલાક કિલોમીટર ચાલ્યા પછી પોતાની તાકાત ખોઇ બેસતી પણ સામાન્યુને તે આગળ ધપવા માટે પ્રોત્સાહિત કરતી અને તેણે તે સાહસ પૂરું કર્યું. તેણે યુએસના મોન્તાના કેનીનો વર્લ્ડ રેકોર્ડ ત્રણ દિવસની ઓછી ઉંમરથી સફળતાપૂર્વક તોડ્યો. મોન્તાનાએ આ સમિટ તે ૨૨૮૪ દિવસનો હતો ત્યારે કર્યો હતો, જ્યારે સામાન્યુએ તે સિદ્ધિ ૨૨૮૧ દિવસની વયે મેળવી. આમ, તેણે ત્રણ દિવસની ઓછી ઉંમરે રેકોર્ડબનાવી લીધો. આવોજ એક બીજો યુવાન છે ભારતનો અર્જુન વાજપેયી. તે અત્યારે બાળક નથી, પણ તે બાળપણથી મોટા મોટા પહાડોના ટ્રેકિંગ કરે છે. ભારતના આ પર્વતારોહકેપણ વિશ્ર્વમાં સૌથી નાની ઉંમરે ૮૦૦૦ મીટરથી વધારે ઊંચાઇના છ પર્વતોની ટોચ પર પહોંચવાનો વિશ્ર્વવિક્રમ બનાવ્યો છે. તેણેગયા મે મહિનામાં વિશ્ર્વના સૌથી ત્રીજા નંબરે આવતા ઊંચા અને જોખમી પર્વત કાંચનજંગાનું સમિટ પૂરું કર્યું. અત્યારે તે ૨૪ વર્ષનો યુવાન છે. જોકે, તે કહે છે, 'હું વિશ્ર્વના ૮૦૦૦ મીટરથીવધારે ઊંચાઇવાળા બધા જ ૧૪ પહાડોના આરોહણ પૂરાકરવા માગું છું.' નોઇડાનો આ પર્વતારોહક ૮,૫૮૬ મીટરની ઊંચાઇએ આવેલા પર્વત કાંચનજંગા૨૦મી મેએ સવારે ૮.૦૫ કલાકે પહોંચ્યો હતો. ૨૦૧૦માં તેણે ૧૬ વર્ષની વયે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો અને તે સાથે તે એવરેસ્ટ સર કરનાર વિશ્ર્વમાં ત્રીજા નંબરનો સૌથી નાનો યુવાન બન્યો હતો. ૫,૪૦૦ મીટરની ઊંચાઇએ આવેલા એડવાન્સ્ડ બૅઝ કૅમ્પથી તેણે કાંચનજંગાની ટોચ પર પહોંચવા માટે ૨૬ એપ્રિલે શરૂઆત કરી હતી. અગાઉવાજપેયીએ ૧૬ વર્ષની નાની ઉંમરે ૨૦૧૦માં માઉન્ટ એવરેસ્ટ (૮,૮૪૮મી.), ૨૦૧૧માં માઉન્ટ માનસલુ (૮,૧૬૩ મી.) અને માઉન્ટ લ્હૉત્સે (૮,૫૧૬ મી.), ૨૦૧૬માં માઉન્ટ મકાલુ (૮,૪૮૬ મી.) અને માઉન્ટ ચો ઑયુ (૮,૨૦૧ મી.)નું ચડાણ કર્યું હતું, એમ હિમાલયનના ડાટાબેઝમાંથી માહિતી મળે છે. હવે તે ૮,૦૦૦થી વધારે મીટરની ઊંચાઇવાળા બધા જ ૧૪ પર્વતોનું આરોહણ કરવા માગે છે. નેપાળના શેરપા ચાંગ દાવાએ ૩૦ વર્ષની સૌથી નાની ઉંમરે બધા જ ૧૪ પીક્સ ચડવાનો વિક્રમ કર્યો છે. આમ, એકસમય એવો હતો કે કોઇ કપરું કામ કરવાનું આવે તો એવરેસ્ટ ચડવા જેવું છે એવું કહેવાતું પણ હવે તો એવરેસ્ટ ચડવો કે તેના જેવા ઊંચાઈ ધરાવતા પર્વતોનું આરોહણ કરવું થોડું સહેલું થઇ ગયું છે. પર્વતારોહકો વધુ ને વધુ આવા પર્વતોનું ચડાણ કરે છે અને વિક્રમો બનાવે છે. એવરેસ્ટ સર કરવો પણ બહુ અઘરો નથી રહ્યો. દરેક જણ ના કરી શકે પણ ટ્રેકર્સ માટેનું તે સપનું સાકાર થઇ શકે તેવું છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ourej0NKO1qPq08x7WSCCkbnKO%3D4RsTfWYBZ15D-rU1Ng%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment