Monday, 23 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અસ્થમામાં સંજીવની બુટ્ટી જેવું કામ કરે છે જેઠીમધ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અસ્થમામાં સંજીવની બુટ્ટી જેવું કામ કરે છે જેઠીમધની ચા, ઝડપથી રાહત મેળવવા ઉપયોગી 7 આર્યુવેદિક હર્બ્સ!

 


અરડૂસી, પુષ્કરમૂલ અને જેઠીમધ જેવી જડીબુટ્ટી અસ્થમા રોગીઓ માટે ફાયદાકારક છે.


હેલ્થ ડેસ્કઃ અસ્થમા એક ક્રોનિક ડિઝીઝ છે જે વિન્ડપાઇપ(શ્વાસનળી)માં સોજાના કારણે થાય છે. આ સમસ્યામાં વિન્ડપાઇપ સંકુચિત થાય છે. જેથી શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થાય છે. અસ્થમામાં ચેસ્ટમાં દુખાવો, ઉધરસ, ગભરામણ જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે પણ અસ્થમાથી ગ્રસ્ત વ્યક્તિમાં આ લક્ષણ જોવા મળે છે, ત્યારે તેને અસ્થમાનો એટેક આવે છે. આર્યુવેદમાં મોજૂદ વિવિધ હર્બ્સથી તમે અસ્થમાના લક્ષણોને ઘટાડી શકો છો. ડોક્ટર દિવ્યા પ્રમાણે અરડૂસી, પુષ્કરમૂલ (pushkarmool herb), જેઠીમધ જેવી જડીબુટ્ટી અસ્થમા રોગીઓ માટે ફાયદાકારક છે.


જેઠીમધની ચાઃ-
 

અડધી ચમચી આદુ અને એક ચમચી જેઠીમધને મિક્સ કરીને ચા બનાવવી. તેને પીવાથી અસ્થમાના લક્ષણોને ઘટાડવામાં મદદ મળે છે. જેઠીમધનો ઉપયોગ શ્વાસનળીની યોગ્ય પ્રક્રિયા માટે તથા શ્વાસને છોડવામાં થતી તકલીફને દૂર કરવા માટે કરવામાં આવે છે. તેની અંદર ગ્લિસરાઇઝઝિન એસિડની માત્રા વધારે હોય છે. આ અસ્થમાના કારણે શરીરની અંદર થતી એલર્જીથી બચી શકાય છે. તમે ઇચ્છો તો જેઠીમધના લાકડાને ચૂસી પણ શકો છો.


તજઃ-
 

એક કપ પાણીમાં થોડાં તજ મિક્સ કરી લેવાં. પછી આ મિશ્રણને 10 મિનિટ સુધી ઉકાળવું જોઇએ. આ પાણી પીતા પહેલાં તેમાં એક ચમચી મધ મિક્સ કરી લેવું. સારા પરિણામ માટે તેને દિવસમાં બે કે ત્રણવાર પીવું જોઇએ.


હળદરઃ-
 

જોકે, હળદર અનેક બીમારીઓમાં કામ આવે છે. જોકે, હળદર અસ્થમાના ઇલાજમાં પણ ખૂબ જ અસરકારક હોય છે. તેમાં મોજૂદ એન્ટી-બેક્ટેરિયલ તત્વ અસ્થમા સામે લડવામાં મદદ કરે છે. હળદરને તમે ભોજનમાં કે દૂધની સાથે પણ લઇ શકો છો અથવા પછી કાચી હળદરના રસને પણ પી શકાય છે. અસ્થમાના હુમલાને ઘટાડવા માટે ડોક્ટર દિવ્યાએ એક ગ્લાસ દૂધ પીવાનું પણ જણાવ્યું છે. એક ગ્લાસ દૂધને ચપટી હળદરના પાવડર સાથે ઉકાળી લેવું. આ હળદરવાળું દૂધ બે વાર પીવું.


ગંઠોડા અને મધઃ-
 

એક ચમચી મધ અને અડધી ચમચી તમાલપત્ર અને 1/4 ચમચી ગંઠોડા લઇને તેને મિક્સ કરી લેવું. આ મિશ્રણને 3-4વાર લેવું. મધને અસ્થામામાં ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. મધ કફને ઠીક કરે છે, જે અસ્થમાની પરેશાની પેદા કરે છે. અસ્થમાનો એટેક આવવા પર મધને સૂંઘવાથી પણ લાભ મળે છે.


લસણઃ-


અડધા કપ આદુવાળી ચામાં 3-4 લસણની કળીની સાથે મિશ્રિત કરવી. લસણના નિરંતર પ્રયોગથી અસ્થમાથી છુટકારો મેળવી શકાય છે. લસણ એક પ્રાકૃતિક એન્ટી-બાયોટિક છે. તેમાં રહેલું એલિસિન એન્ટી-બાયોટિકનું કામ કરે છે. લસણને પીસીને અથવા નાના ટૂકડામાં કાપીને લીંબુ અને મીઠું મિક્સ કરીને ખાઇ શકાય છે. તેના નિરંતર ઉપયોગથી ખૂબ જ જલ્દી આરામ મળે છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OudR6d6MUJH%3D9LLTGH%2B3XUggPqt7TtQEX0HF5ZbR2h1TQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment